લોકડાઉનના સમયમાં ગીરસોમનાથ જિલ્લાના ભાલકા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં રમેશભાઈ નામના એક વેપારીએ તેમના પ્રવીણ નામના એક જુના ગ્રાહકને બીડી આપવાની ના પાડતા આવેશમાં આવી જઇ રમેશભાઈ નામના વેપારી પાસે સાંજના સમયે જ્યારે બીડીની ઝૂડી માંગી ત્યારે વેપારીએ બીડી ન આપતા પ્રવિણ અને તેના 2 પુત્રોએ રમેશભાઈ અને તેમની વૃદ્ધ માતા ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
બીડી ન મળતા વ્યસનીએ વેપારી ઉપર કર્યા તલવારના પ્રહાર
ગીર સોમનાથ જિલ્લામાં એક વ્યક્તિ ઉપર બીડીની તલબ એવી તે સવાર થઈ કે તેણે તલવાર વડે ખૂની ખેલ ખેલી નાખ્યો. રમેશભાઈ નામના વેપારીએ પ્રવીણ નામના વ્યક્તિને બીડી ન આપતા પ્રવીણ અને તેના 2 પુત્રોએ રમેશભાઈ અને તેમની વૃદ્ધ માતા ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
બીડી ન મળતા વ્યસનીએ વેપારી ઉપર કર્યા તલવારના પ્રહાર
વેપારી અને તેમની માતાને 108 દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ ગણતરીના કલાકોમાં આરોપી પ્રવીણ અને તેના બન્ને પુત્રોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે.