- જિલ્લાના કુલ ફ્રન્ટલાઈન વોરિયર્સનું પ્રથમ તબક્કાનું વેક્સિનેશન પૂર્ણ
- ગીર સોમનાથમાં કોરોના વોરિયર્સે તમામ લોકોને વેક્સિન લેવા અપીલ કરી
- જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીએ પણ વેક્સિન મુકાવી
જિલ્લાના કુલ ફ્રન્ટલાઈન વોરિયર્સનું પ્રથમ તબક્કાનું વેક્સિનેશન પૂર્ણ
ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં પણ 16 જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત કોરોના વોરિયર્સે કોરોનાની રસી લીધી હતી. આ અંતર્ગત 25 દિવસની અંદર 9 હજારથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે જિલ્લામાં કોરોના વેક્સિનેશનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. હવે તેમને જાણ કર્યા પછી બીજો ડોઝ આપવામાં આવશે.
જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીએ પણ વેક્સિન મુકાવી કોરોના વોરિયર્સને બીજા ડોઝ માટે જાણ કરાશે
કલેક્ટર અજય પ્રકાશ, જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, આરોગ્ય અધિકારી ડો. બામરોટિયા, ડો. ગોસ્વામી સહિત 6,218 આરોગ્ય કર્મચારી, 746 પોલીસ સ્ટાફ, 346 હોમગાર્ડ, 542 ટીઆરબી, જીઆરડી અને એસઆરડીના જવાનો, 3 ડિઝાસ્ટર, 354 રેવન્યૂ, 460 અર્બન હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ, 476 પંચાયત કર્મચારી સહિત જિલ્લામાં 9,215 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ કર્મચારીઓને કોરોના વેક્સિન આપી રક્ષિત કરાયા છે. આ તમામ કર્મચારીઓને નિયત સમય બાદ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.