ગીરસોમનાથ: જિલ્લાના મુખ્યમથક વેરાવળની સબ જ્યુડિશિયલ જેલ ખાતે રાખવામાં આવેલા આરોપીઓનો 24 ઓગસ્ટના રોજ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 9 આરોપીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
ગીરસોમનાથની જેલમાં કોરોના વિસ્ફોટ, 9 કેદી કોરોના પોઝિટિવ
ગીરસોમનાથ જિલ્લાની સબ જ્યુડિશિયલ જેલમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોપીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 9 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમજ જેલમાં અન્ય કેદીઓને આઇસોલેટ કરવામાં આવ્યા હતાં.
ગીરસોમનાથમાં જેલમાં પહોંચ્યો કોરોના,સબ જેલમાં 9 કેદી કોરોનાગ્રસ્ત
હવે વહીવટી તંત્ર દ્વારા આ આરોપીઓને ગીર સોમનાથ કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ફેસિલિટી આઇસોલેશનમાં સોમનાથ લીલાવતી ભવન ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને સ્વાસ્થ્ય વર્ધક દવાઓ, ઉકાળો, ગરમ પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સાથે જો કોઈ દર્દીની તબિયત વધુ ખરાબ થાય તો તેને હોસ્પિટલમાં ખસેડવા માટે પોલીસ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી હતી. તેમજ જેલમાં રહેલા કેદીઓને અલગ અલગ બેરેકમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.