ગુજરાત

gujarat

ETV Bharat / state

38 દિવ્યાંગ બાળાઓએ શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા - રાજકોટ

ગીર સોમનાથ: શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દરબારમાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. "એક રંગ માનસિક ક્ષતિવાળી બહેનો આવાસી તથા તાલીમી સંકુલ રાજકોટ"ના 38 દિવ્યાંગ બહેનો શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતાં. આ ટ્રસ્ટ દ્વારા જેના માતા-પિતા હયાત ન હોય તેવી માનસિક ક્ષતિ ધરાવતી 38 બાળાઓને સોમનાથ દર્શને કરાવવા માટે લાવ્યા હતા.

38 દિવ્યાંગ બાળાઓએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

By

Published : Aug 9, 2019, 8:49 PM IST

રાજકોટમાં આઠ વર્ષથી માનસિક ક્ષતિવાળી દિવ્યાંગ બહેનો જેમના માતા-પિતા હૈયાત ન હોય, આર્થિક પરિસ્થિતી સારી ન હોય તેવી જરૂરીયાતમંદ 40 દિકરીઓને વિનામુલ્યે આજીવન સાચવી અને તાલીમ આપવામાં આવે છે. જેમની રહેવા જમવાથી સર્વાંગી વિકાસ તાલીમ પ્રવૃત્તિઓ સાથે સમયાંતરે પ્રવાસ કરવાનું કાર્ય આ સંસ્થા કરે છે. જેઓને સોમનાથ દર્શન માટે આ સંસ્થા દ્વારા લાવવામાં આવ્યા હતા. તેમની આસ્થાને વિશેષ સન્માન આપીને એમને વ્યવસ્થા પૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા.

38 દિવ્યાંગ બાળાઓએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

આ સંસ્થાની 38 દિકરીઓને સંસ્થાના 10 કર્મચારી સાથે સોમનાથ પહોચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એમની પરિસ્થિતિ અને આસ્થાને સમજીને વિશેષ સુચારું દર્શન, પ્રસાદ, ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બદલ સંસ્થાએ સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details