ગુજરાત

gujarat

ETV Bharat / state

પિતા પાણીમાં ડૂબતા 2 પુત્રો બચાવવા કૂદ્યા, ત્રણેયના મોત - તળાવમાં ડૂબી જવાથી મોત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા મોટા ડેસર ગામમાં રહેતા એક વૃદ્ધ પોતાના 2 પુત્રો સાથે ઘેટા બકરા ચરાવવા ગયા હતા. જ્યાં સૌપ્રથમ તળાવમાં વૃદ્ધ ડૂબવા લાગતા તેમના બન્ને પુત્રો વારાફરતી બચાવવા માટે કૂદ્યા હતા. આ ઘટનામાં ત્રણેયના મોત નિપજતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પિતા પાણીમાં ડૂબતા 2 પુત્રો બચાવવા કૂદ્યા, ત્રણેયના મોત
પિતા પાણીમાં ડૂબતા 2 પુત્રો બચાવવા કૂદ્યા, ત્રણેયના મોત

By

Published : Jul 25, 2021, 10:21 PM IST

  • ઉના તાલુકાના મોટા ડેસર ગામ નજીકનો બનાવ
  • પિતાને બચાવવા પડેલા 2 પુત્રો પિતા સહિત ડૂબ્યા
  • પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાર્યવાહી કરી

ગીર સોમનાથ : ઉના તાલુકાના મોટા ડેસર ગામમાં રહેતા એક વૃદ્ધ પોતાના 2 પુત્રો સાથે ઘેટા બકરાઓને ચરાવવા અને ન્હાવા માટે લઈ ગયા હતા. જ્યાં વૃદ્ધ તળાવમાં ડૂબી જતા તેમના બન્ને પુત્રો તળાવમાં કૂદ્યા હતા. જોકે, આ ઘટનામાં ત્રણેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.

શું હતો ઘટનાક્રમ ?

ભોપાભાઈ જેઠાભાઈ ગળચર (ઉં.વ.70) પોતાના 2 પુત્રો પાલાભાઈ (ઉં.વ.45) અને ભીમાભાઈ (ઉં.વ.34) સાથે બપોરના સમયે ઘેટા-બકરા ચરાવવા માટે ગયા હતા. તળાવ કિનારે બેસેલા ભોપાભાઈનો અકસ્માતે પગ લપસતા તેઓ તળાવમાં પડ્યા હતા. જેમને બચાવવા માટે બન્ને પુત્રો એક પછી એક તળાવમાં કૂદી પડ્યા હતા. જોકે, ત્રણેય લોકો ડૂબવા લાગતા તેમણે બચાવવા માટે બૂમરાણ મચાવી હતી.

સ્થાનિકની નજર પડતા તંત્રને જાણ કરાઈ

તળાવમાં ડૂબેલા પિતા અને 2 પુત્રો પોતાનો જીવ બચાવવા માટે બૂમરાણ મચાવી રહ્યા હતા. તે સમયે એક સ્થાનિક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેનું ધ્યાન પડતા તેણે તાત્કાલિક ગામના આગેવાનો અને તંત્રને જાણ કરી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડ સ્થળ પર આવીને ત્રણેયને મૃત અવસ્થામાં બહાર કાઢ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details