ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળ મર્કન્‍ટાઇ બેન્કની ચૂંટણીમાં 18માંથી 15 ડિરેક્ટર્સની બિનહરીફ વરણી

સૌરાષ્‍ટ્રમાં સહકારી ક્ષેત્રની અગ્રણી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક લી.ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી છેલ્લા 28 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બિનહરીફ થઇ છે. બેન્કના ચેરમેન તરીકે નવીનભાઈ શાહ, એમડી તરીકે ડૉ. કુમુદચંદ્ર ફિચડીયા, જોઇન્ટ MD તરીકે ભાવનાબેન અશોકભાઇ શાહની સર્વસંમતિથી નિયુકિત કરવામાં આવી છે.

વેરાવળ મર્કન્‍ટાઇ બેન્કની ચૂંટણીમાં 18માંથી 15 ડિરેક્ટર્સની બિનહરીફ વરણી
વેરાવળ મર્કન્‍ટાઇ બેન્કની ચૂંટણીમાં 18માંથી 15 ડિરેક્ટર્સની બિનહરીફ વરણી

By

Published : Apr 20, 2021, 3:36 PM IST

  • બેન્કના નવા હોદેદારોની પણ સાથે વરણી કરાઇ
  • છેલ્‍લા 28 વર્ષથી બેન્કના ડિરેક્ટરની ચૂંટણી બિનહરીફ થઇ રહી છે
  • બેન્કના ચેરમેન નવીનભાઇ શાહ, MD ડૉ. ફિચડીયા, જોઇન્ટ MD ભાવનાબેન શાહની સર્વસંમિતિથી પસંદગી કરાઇ

ગીર સોમનાથઃસહકારી કાયદા મુજબ વેરાવળ મર્કન્‍ટાઇ બેન્કના ડિરેક્ટર્સની વર્ષ 2021-22થી 2026-27 માટે બેન્કની મુખ્ય શાખા, વેરાવળ તથા રેયોન શાખા, વેરાવળના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 15 બેઠકો તેમજ અન્ય શાખાઓના ત્રણ મતદાર મંડળમાંથી એક-એક ડિરેક્ટરની 3 બેઠકો, મળી કુલ 18 બેઠકોની ચૂંટણી યોજવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કમાં 13 નિયામકોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, 30 જાન્યુઆરીએ મત ગણતરી

હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઇ આવ્યા

જેમાં વેરાવળની 15 બેઠકો માટે નવિનભાઇ શાહ, ડૉ. કુમુદચંદ્ર ફિચડીયા, ભાવનાબેન અશોકભાઇ શાહ, પ્રદિપકુમાર શાહ, જીતેન્દ્રકુમાર હેમાણી, અશોકભાઇ મડીયા, પ્રકાશચંદ્ર પારેખ, મનિષભાઇ શાહ, કરશનભાઇ(અમુભાઇ) સોલંકી, કેતનભાઇ ચંદ્રાણી, જીતેન્દ્રભાઇ પારેખ, પ્રદિપભાઇ મડીયા, ડૉ. જતીનભાઇ શાહ, કુમુદબેન મહેતા, અરજણભાઇ ચાવડા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. જયારે અન્ય શાખાઓના ત્રણ મતદાર મંડળમાંથી ઉના-સુત્રાપાડા શાખા મંડળમાંથી યુસુફભાઇ વહાણવટી, જૂનાગઢ-કેશોદ મંડળમાંથી ડૉ. મુકેશભાઇ ઠુમ્મર, રાજકોટ-માણાવદર-બેડી-દરેડ મંડળમાંથી ડૉ.સુમતિલાલ હેમાણી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.

આ પણ વાંચોઃ બરોડા સેન્ટ્રલ બેન્કની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઇ

પાંચ વર્ષની ટર્મ માટેની ચૂંટણી યોજાઇ

બેન્કના સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો અને શુભેચ્છકોની બેન્ક પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસના પરીણામે પાંચ વર્ષની ટર્મ માટેની ચૂંટણી બિનહરીફ થઇ છે. જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રગતિશીલ વિચારધારા અને પરિણામલક્ષી બેન્કીંગના પ્રયાસોને પ્રોત્સાહન પુરૂ પાડતા હોવાનું બેન્કના GM અતુલભાઇ શાહે એક નિવેદનમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details