- તાલાલા પંથકમાં વહેલી સવારે ભૂકંપ (earthquake)નો આંચકો
- રીક્ટર સ્કેલ પર 1.2ની તીવ્રતા
- સવારે 03:07 મિનિટે આવ્યો ભૂકંપ
ગીર સોમનાથ: તાલાલા પંથકમાં મોડી રાત્રીના ધરતી ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઈ હતી. રીક્ટર સ્કેલ પર 1.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવેલા અને તેનું કેન્દ્રબિંદુ તાલાલા શહેરથી 12 કીમી દુર હરીપુર નજીક નોંધાયું હોવાનું જાણવા મળેલું છે.
મોડી રાત્રીના 3 વાગ્યાને 7 મીનીટે તાલાલા પંથકની ધરતી ભૂકંપના આંચકાથી ધ્રુજી
છેલ્લા ઘણા સમયથી જિલ્લાના તાલાલા ગીર પંથકની ધરા વારંવાર ધ્રુજી ઉઠે છે. આ પંથકમાં ભૂકંપ (earthquake)ના આંચકા આવવા હવે રૂટીન થઈ ગયું હોવાનું લોકો માની રહ્યા છે. આ વિસ્તારમાં નિયમિત આંચકા શું કામ આવે છે તે અંગે કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. જેથી લોકોમાં ભૂકંપ આવે ત્યારે થોડા સમય માટે ગભરાટની લાગણી પ્રસરે છે. દરમિયાન ગઈકાલે મોડી રાત્રીના 3 વાગ્યાને 7 મીનીટે તાલાલા પંથકની ધરતી ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી.