ગાંધીનગર:વડોદરાના 67 વર્ષના એક નાગરિકને કોરોનાના નવા વેરિઅન્ટXEથી પોઝિટિવથયો હોવાનું(Corona New Variant in Gujarat) સામે આવ્યું છે. જે બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા આ દર્દીને સામાન્ય લક્ષણો જણાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યા હતો અને જીનોમિક સિક્વન્સ માટે(Genomic sequence) મોકલવામાં આવ્યો હતો. પરંતુ જીનોમિક સિક્વન્સનો રિપોર્ટ આવે તે પહેલા જ દર્દી મુંબઈ નાસી ગયો હતો. આ બાબતની જાણ મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈના આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી.
3 લોકોના સંપર્કમાં આવ્યો હતો -રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તે વ્યક્તિના સંપર્કમાં આવેલા ત્રણ લોકોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને તે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. નવા વેરિએન્ટનો શિકાર બનનાર દર્દીની સ્થિતિ હાલ નોર્મલ છે. મુંબઈ આરોગ્ય વિભાગના નેજા હેઠળ હાલ તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃCorona New Variant in Gujarat : નેશનલ લૉ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને કરાયા ક્વોરન્ટાઈન
GNLU બાદ અન્ય યુનિવર્સિટીને કરાઈ જાણ -ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 34 જેટલા કરોના પોઝિટિવ દર્દીઓ(NLU Corona Positive Students)સામે આવ્યા છે. ત્યારે એક જ યુનિવર્સિટીમાં આટલા બધા કે 24 કલાકમાં સામે આવતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓની ટેસ્ટિંગ માટેની સૂચના અને સર્વેલન્સ માટેની કામગીરી હાથ ધરવાની સુચના આપવામાં આવી છે. આમ JNLU બાદ તમામ યુનિવર્સિટીને પ્રોટોકોલ પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીના વડાઓને ખાસ સુચના આપીને યુનિવર્સિટીની અંદર પ્રોટોકોલનું પાલન થાય તે બાબતની કડક સૂચના આપવામાં આવી છે.
શું છે XE વેરિએન્ટ અને કેટલું જોખમી છે? -વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, નવું XE વેરિઅન્ટ સૌપ્રથમ યુનાઈટેડ કિંગડમ (યુકે) માં 19 જાન્યુઆરીએ મળી આવ્યું હતું અને ત્યારથી સેંકડો અહેવાલો અને પુષ્ટિઓ કરવામાં આવી છે. તે બે અન્ય ઓમિક્રોન વેરિઅન્ટ ba.1 અને ba.2 નું મ્યુટન્ટ હાઇબ્રિડ છે અને વૈશ્વિક સ્તરે ફેલાતા કેસ માટે જવાબદાર છે. WHO એ કહ્યું છે કે નવું મ્યુટન્ટ Omicron ના ba.2 પેટા વેરિઅન્ટ કરતાં લગભગ 10 ટકા વધુ ટ્રાન્સમીસિબલ છે, જે કોઈપણ સ્ટ્રેન કરતાં વધુ ચેપી હોઈ શકે છે. નવા વેરિએન્ટથી આરોગ્ય વિભાગમાં ચિંતામાં વધારો થયો છે, કારણ કે મહારાષ્ટ્ર પુનઃપ્રાપ્તિના ટ્રેક પર છે અને ડિસેમ્બર 2021 માં શરૂ થયેલા ત્રીજા તબક્કાના અંતિમ લયમાં છે. જોકે હાલમાં વિશ્વભરમાં XE ના થોડા કેસો છે, તેની અત્યંત ઊંચી ટ્રાન્સમિશન સંભવિતતાનો અર્થ એ થઈ શકે છે કે તે નજીકના ભવિષ્યમાં સૌથી વધુ પ્રભાવશાળી બની જશે.
XE વેરિઅન્ટની વિશેષતાઓ શું છે? -યુકેની હેલ્થ પ્રોટેક્શન એજન્સી અનુસાર, XE વાયરસના લક્ષણોમાં નાક વહેવુ, છીંક આવવી અને ગળામાં દુખાવો થવો છે, મોટા ભાગના દર્દીઓમાં સામાન્ય રીતે તાવ અને ઉધરસનું કારણ જોવા મળે છે, તેની સાથે તેને કંઈપણ સ્વાદ આવતો નથી અને સુગંધ પણ આવતી નથી. 22 માર્ચ સુધીમાં, ઇંગ્લેન્ડમાં XE ના 637 કેસ મળી આવ્યા હતા.