ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરઃ 9 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલનું કામ સોંપાયું, હવે બગીચા માટે રૂ.38 કરોડ ખર્ચવાનો ઉત્સાહ - ભાજપ મહાનગર પ્રમુખ

ગાંધીનગર મનપામાં સંગઠનના હોદ્દેદારો અને શાસક પક્ષના સભ્યો વચ્ચેના મતભેદ દુર થતા જોવા મળે છે. માનીતી એજન્સીને કરોડો રૂપિયાની કામગીરી સોંપવાની બાબતે બંનેનો એક સૂર હોય તેમ ગુરુવારે યોજાયેલી સ્થાયી સમિતીની બેઠકમાં વિવાદ વગર કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂ.9 કરોડની કામગીરી માટે માનીતી એજન્સી પર મંજૂરીની મહોર વાગી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં હોબાળો મચી ગયો હતો, જ્યારે આજે તમામ સભ્યોનો એક સૂર મળ્યો હતો.

Gandhinagar
ગાંધીનગર

By

Published : Jul 31, 2020, 7:03 AM IST

ગાંધીનગર: શહેરમાં સ્થાયી સમિતીની બેઠકમાં વિવાદ વગર કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂ.9 કરોડની કામગીરી માટે માનીતી એજન્સી પર મંજૂરીની મહોર વાગી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, સેકટરો ફરતે કમ્પાઉન્ડ વોલ બાદ હવે બગીચાઓના નવીનીકરણ માટેનું રૂ 38 કરોડનું ટેન્ડર પણ આખરી તબક્કામાં છે. આ ટેન્ડરમાં પણ માનીતી એજન્સી અને તેના મળતિયાઓએ રિંગ બનાવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સંગઠનના હોદ્દેદારોએ ઝડપથી આ ટેન્ડરને પણ મંજૂર કરવા માટે સ્થાયી સમિતીના સભ્યોને સૂચના આપી હતી. જેના પગલે ટૂંક સમયમાં આ ટેન્ડર પણ મંજૂર કરવામાં આવી શક્યતા છે. સ્થાયી સમિતીની બેઠક પૂર્વે ભાજપ મહાનગર પ્રમુખ અને હોદ્દેદારોએ સ્થાયી સમિતીના સભ્યોને કમ્પાઉન્ડ વોલના ટેન્ડરને મંજૂર કરવા અને એજન્સીનો ભૂતકાળ ઉખાડી વિવાદ ઊભો ન કરવા સૂચના આપી હતી.

જ્યારે આશ્ચર્યજનક રીતે સ્થાયી સમિતીના સભ્યોએ ચૂપચાપ આ સૂચનાનું પાલન કર્યું હતું અને રૂ.17.14 ટકા નીચા ભાવ સાથે ટેન્ડર ભરનારી એજન્સીને ટેન્ડર સોંપવા નિર્ણય લીધો હતો. આ ઉપરાંત બોરીજ ખાતે આંગણવાડી, લગ્નવાડી અને સ્કૂલ તથા સે-13માં આવેલા નંદનવન આશ્રમશાળામાં શેડ બનાવવાની કામગીરી માટે રૂ.16 લાખના ખર્ચે કામગીરી સોંપવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details