- કોંગ્રેસને કોર્પોરેશનની ચૂંટણીમાં 24 સીટોની આશા
- આપ પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન કોર્પોરેશનમાં બનશે તેવી લોકોમાં ચર્ચા
- આ વખતે ગત વખતની જેમ એક પણ અમારો ઉમેદવાર પક્ષ પલટો નહીં કરે
ગાંધીનગર : ગાંધીનગરમાં અત્યાર સુધી BJP એ સ્પષ્ટ બહુમતી મેળવી નથી. પરંતુ, ગયા વખતે 32 સીટો પર ચુંટણી યોજાઈ હતી. ત્યારે ભાજપ પક્ષ તરફથી 16 અને કોંગ્રેસ તરફથી 16 સીટો મેળવી હતી. તેમાં આ વખતની ચૂંટણીમાં 44 સીટો પર ચૂંટણી લડાઇ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ભાજપ અને કોંગ્રેસના આ સીધા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ત્યારે ગાંધીનગરમાં એવી પણ ચર્ચા સામે આવી છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કોર્પોરેશનની ચૂંટણીમાં થશે તેના જવાબમાં સી.જે. ચાવડાએ ગઠબંધનની સ્પષ્ટ ના પાડી હતી.
24 કરતા વધુ બેઠકો મેળવીશું- સી.જે.ચાવડા
સી.જે. ચાવડા જણાવ્યું હતુ કે, આ વખતે પણ અમારા મત વિસ્તારના મતદાતા ઉપર વિશ્વાસ છે. ત્રીજી વખત પણ કોંગ્રેસને મત આપશે અને અમારી સરકાર બનશે. આપ પાર્ટી ખૂબ જોરશોરથી પ્રચાર કરતી હતી. કોર્પોરેશન સિવાયના બહારથી કાર્યકર્તાઓ તેઓ લાવતા હતા. કોઈપણ રાજકિયપાર્ટીને લડવાનો અધિકાર છે. પરંતુ અહીંના ધારાસભ્ય તરીકે 2002થી કોંગ્રેસ સાથે કામ કરી રહ્યો છું. મને મતદાતા ઉપર વિશ્વાસ છે પરંતુ આ કોંગ્રેસ અને ભાજપ સાથેનો જ સીધો જંગ છે. પરંતુ મને વિશ્વાસ છે કે, 24 કરતા વધુ બેઠકો અમે મેળવીશું.