ગાંધીનગરરાજ્યના તમામ જિલ્લાઓમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી (Gandhinagar Bar Association Election 2022) યોજાઈ રહી છે. તે અંતર્ગત ગાંધીનગરમાં પણ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન (Voting for Gandhinagar Bar Association) થયું હતું. નવાઈની વાત એ છે કે, ગાંધીનગરમાં 10 વર્ષ પછી પહેલી વખત ચૂંટણી યોજઈ રહી છે. એટલે કે છેલ્લા 10 વર્ષથી ગાંધીનગર કોર્ટ બાર એસોસિએશનની બોડી સમરસતાથી બનતી હતી.
તમામ હોદ્દેદારોની બેઠકગાંધીનગર બાર એસોસિએશનની (Gandhinagar Bar Association Election 2022) વાત કરીએ તો, આ વખતે પ્રથમ વખત એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, સેક્રેટરી અને ખજાનચીની નિમણૂક કરવામાં આવશે. આમ, તમામ હોદ્દા ઉપર આજે ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે ગાંધીનગર બાર એસોસિએશનમાં LR અને કારોબારી સભ્ય બિનહરીફ થયા છે.
648 વકીલો કરશે મતદાનગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણી અંગે (Gandhinagar Bar Association Election 2022) નાયબ ચૂંટણી કમિશનર શંકરજી ઠાકોરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર એસોસિએશનની ચૂંટણી વર્ષ 2022-23 માટે યોજાઈ રહી છે. આ માટે કુલ 648 વકીલ મતદારો મતદાન (Voting for Gandhinagar Bar Association) કરશે. જ્યારે સાંજે 6 વાગ્યે મતગણતરી (Voting for Gandhinagar Bar Association) કરાશે. તેમ જ સાંજે 7 વાગ્યે પરિણામ જાહેર થશે.
શા માટે થાય છે ચૂંટણી?ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને કોર્ટમાં આજે બાર એસોસિએશનની ચૂંટણીનું (Gandhinagar Bar Association Election 2022) મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે શા માટે આ ચૂંટણી થાય છે તેની વિગતવાર વાત કરીએ તો, કોર્ટની અંદર વકીલોને પડતી સમસ્યાઓ બાબતે તાત્કાલિક ધોરણે (Problems of lawyers in Gandhinagar) નિરાકરણ લાવવા માટે બાર એસોસિએશનની નિમણૂક કરવામાં આવે છે. તેમાં વકીલ તરફી બાર એસોસિએશન સમગ્ર મુદ્દાને લઈને તેનું સમાધાન કરી આપવામાં આવે છે. આ ઉપરાંત કોર્ટની બહારની તકલીફોનું પણ નિવારણ કરવામાં (Voting for Gandhinagar Bar Association) આવે છે.