ગુજરાત

gujarat

ETV Bharat / state

‘તુમ ચલો હમ આતે હૈ..’, 260 કરોડ કૌભાંડ કેસમાં વિનય શાહના નજદીકી નરેશ પટેલની ધરપકડ - vinay shah

ગાંધીનગર: રાજ્યમાં રૂપિયા 260 કરોડનું કૌભાંડ આચરનાર વિનય શાહ અને ભાર્ગવી શાહની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરવાની બાકી છે. ત્યારે ગત મોડી રાત્રે વિનય શાહની નજીક ગણાતા નરેશ પટેલની CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેને મીરજાપુર કોર્ટમાં લઈ જવાયો હતો.

આરોપી

By

Published : Mar 26, 2019, 9:40 PM IST

Updated : Mar 26, 2019, 10:50 PM IST

આર્ચર કેર કંપનીના કોર કમિટીના મેમ્બર અને એજન્ટ તરીકે કામ કરતા નરેશ પટેલ દ્વારા 51 લાખ રૂપિયાનું કમિશન લેવાયું હતું. જે વર્ષ 2017થી કામ કરતો હતો અને તેને 200 લોકો સાથે રોકાણ કરાવ્યું હતું. અમદાવાદ, મહેસાણા, કડી, કલોલ વિસ્તારના લોકોને રોકાણ કરાવીને તેમના રૂપિયા ડૂબાડવામાં આવ્યા હતા. ત્યારે CID ક્રાઇમ પોલીસ દ્વારા નરેશ પટેલની ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી નરેશ પટેલ

મળતી માહિતી મુજબ વિનય અને તેના શાસનમાં લોકોની મિલકત ટાંચમાં લેવાનો ગૃહવિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

વિનય શાહ દ્વારા કરોડોની છેતરપિંડી આચરવા મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. રૂપિયા 4.5 કરોડ જેટલી મિલકત ટાંચમાં લેવા ગૃહવિભાગે હુકમ કર્યો છે. જેમાં વિનય શાહ ભાર્ગવી શાહ, દાનસિંહ વાળા તેમજ વિનય શાહના દીકરાની તમામ મિલકતો ટાંચમાં લેવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. જેમાં શેર, રોકડ સહિત સ્થાવર-જંગમ મિલકત ટાંચમાં લેવા આદેશ કર્યો છે.

ગત મોડી રાત્રે નરેશ પટેલની ધરપકડ કરાયા બાદ તેને આજે વહેલી સવારે જ ગાંધીનગર સ્થિત CID ક્રાઇમની કચેરીમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછ જ અને દસ્તાવેજો તપાસ કરીને મીરજાપુર કોર્ટમાં લઇ જવાયો હતો.

Last Updated : Mar 26, 2019, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details