ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ વિક્રમ નાથે સવારે 11.30 કલાકે રાજભવન ખાતે રાજ્યપાલના હસ્તે શપથ લીધા હતાં. આ શપથગ્રહણમાં સુપ્રીમ કોર્ટના જજ સહિત ગુજરાત હાઇકોર્ટના જજો પણ હાજર રહ્યા હતાં. નવા ચીફ જસ્ટિસ વિક્રમનાથે વર્ષ 1986માં કાયદાની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1987માં અલ્હાબાદ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથ, રાજ્યપાલે લેવડાવ્યા શપથ - gujarat
ગાંધીનગર: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદ ખાલી હતું. રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે અલ્હાબાદના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે ગુજરાતના મુખ્ય ન્યાયધીશ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે 2004માં અલ્હાબાદ HCના અધિક ન્યાયધીશ તરીકે નિમણૂંક થઈ હતી. ત્યારબાદ 2006માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટના સ્થાયી ન્યાયધીશ બન્યા, જ્યારે 22ઓગ્સ્ટના રોજ ગુજરાતના ચીફ જસ્ટિસ તરીકે તેમના નામની ભલામણ થઈ હતી. આજે રાજભવન ખાતે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથે શપથ લીધા હતાં.
રાજભવન ખાતે ચીફ જસ્ટિસના શપથગ્રહણ યોજાયો હતો. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, કાયદા રાજય કક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિઘ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.