લીનુંસિંગે વધુમાં જણાવ્યું હતું કે, ગૌરવ દહીયાએ મને છેતરી છે. મારી સાથે લગ્ન કર્યાના તમામ સબુત છે. જ્યારે, હું મારી દીકરીના D.N.A ટેસ્ટ માટે પણ રાજી છું. જ્યારે, ગાંધીનગર પોલીસને અરજી કરી હતી. પરંતુ, તેના હજુ સુધી કોઈ જવાબ ન આવતા અને પોલીસે પણ મારો કોઈ સંપર્ક ન કરતા ગાંધીનગર આવવાની ફરજ પડી છે. હું આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને મળીને પોલીસ કેસ થાય તે અંગેની રજૂઆત કરીશ અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ગુજરાતમાં જ રહીશ.
મારી જિંદગી ક્રાઈમ પેટ્રોલમાં આવતા કિસ્સા કરતા પણ ખરાબ : લીનુ સિંહ
ગાંધીનગર: દિલ્હીની યુવતી લીનું સિંગ દ્વારા ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા પર છેતરપિંડીના આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે, ગાંધીનગર પોલીસમાં લીનું સિંગ દ્વારા ગાંધીનગર પોલીસને અરજી પણ કરવામાં આવી હતી. પરંતુ, પોલીસ દ્વારા અરજીનો કેસ ન બદલાવા ના થતા લીંનુંસીંગ પોતે ગાંધીનગર ડી.જી ઓફિસ આવી હતી. જેમાં ETV BHARAT સાથે તેને ખાસ વાત ચીત કરતા જણાવ્યું હતું કે, મારી જિંદગી ક્રાઈમ પેટ્રોલમાં આવતા કિસ્સા કરતા પણ ખરાબ થઈ ગઈ છે.
etv bharat gandhinagr
જ્યારે ગૌરવે તૈયાર કરેલી લીનું સિંહ વિરુદ્ધની અરજી બાબતે પીડિત યુવતીએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય ગૌરવ જા ને બ્લેકમેલ કર્યા નથી. જો મેં બ્લેકમેલ કર્યા હોત તો તેઓ મને શા માટે દિલ્હીના પોશ વિસ્તારમાં મકાન લઈ આપે. પરંતુ, જ્યારે મેં પોલીસમાં અરજી કરી છે. ત્યારે, ગૌરવ દહિયાએ મારી વિરુદ્ધમાં અરજી કરી છે. ગૌરવ દહિયા ખોટું બોલે છે.
Last Updated : Aug 20, 2019, 3:16 PM IST