ગાંધીનગર : આજે સવારે ગાંધીનગરના પ્રવેશ દ્વાર સમાન ચ 0 સર્કલ પર આજે પોલીસ ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. જે બાબતે ગાંધીનગરના ડીવાયએસપી એમ.કે. રાણા સાથે ઇટીવી ભારતના પત્રકાર પાર્થ જાની સાથે ટેલીફોનિક વાત કરતા ડીવાએસપી એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે ગાંધીનગરના તમામ એન્ટ્રી પોઇન્ટ પર બંદોબસ્ત પહેલેથી જ મુકવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવે છે. જેમાં કોઈ ગેરલાયક ઠરે તો તેમને ગાંધીનગરમાં પ્રવેશ આપવામાં આવતો નથી.
અમદાવાદના રેડ ઝોનમાંથી આવતાં વાહનોને ગાંધીનગરમાં "NO ENTERY" - અમદાવાદ કોરોના હોટસ્પોટ
રાજ્યમાં અમદાવાદ રાજકોટ સુરત અને બરોડામાં કોરોના કહેર વર્તી રહ્યો છે જ્યારે ગાંધીનગર જિલ્લો પણ બાકાત નથી. ઉપરાંત 20 એપ્રિલથી રાજ્ય સરકારની 33 ટકા કેપેસિટી સાથે સરકારી ઓફિસ શરૂ કરી છે. ત્યારે અમદાવાદથી આવતા તમામ કર્મચારીઓને સરકારે ગાંધીનગર આવવાની ના પાડી છે. ત્યારે હવે અમદાવાદના રેડ ઝોનમાંથી આવતા વાહનોને ગાંધીનગરમાં પ્રવેશ આપવાની મનાઈ ફરવામાં આવી છે.
અમદાવાદના રેડ ઝોનમાંથી આવતાં વાહનોને ગાંધીનગરમાં "NO ENTERY"
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં આવતા તમામ વાહનોનું ચેકીંગ રોજબરોજ થાય છે પણ જે રીતે હવે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે તેને જોઈને અમદાવાદથી ગાંધીનગરમાં પ્રવેશતાં વાહનો કે જે અમદાવાદના રેડ ઝોનથી આવતા હોય તેમને પરત મોકલવામાં આવ્યાં હોય તેવું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી.