ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં કમોસમી આફત, કૃષિ વિભાગ દ્વારા તપાસના આદેશ - deep depression in Arabian Sea

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.(Unseasonal rain forecast in Gujarat) ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદના માવઠા નોંધાયા છે.(unseasonal rainfall Gujarat) ત્યારે જે તે જિલ્લાના ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે. (deep depression in Arabian Sea)ખેડૂતોના પાકને નુકસાન થતાં ભીતિ(damage to farmers crop) સેવાઈ રહી છે.ત્યારે રાજ્ય સરકારના શકૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે માવઠા પડેલ જિલ્લામાં તપાસ કરવાના આદે આપવામાં આવ્યા છે.(investigation by Agriculture Department)

રાતના અનેક જિલ્લામાં
રાતના અનેક જિલ્લામાં

By

Published : Dec 15, 2022, 6:10 PM IST

કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે માવઠા પડેલ જિલ્લામાં તપાસ કરવાના આદેશ

ગાંધીનગર: ગુજરાતમાં વલસાડ, ભાવનગર અને પંચમહાલ જિલ્લાઓ સહિત અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. (Unseasonal rain forecast in Gujarat)જેને પગલે રાજ્યના ખેડૂતોના પાકને નુકસાન થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.(deep depression in Arabian Sea)જેને પગલે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

કમોસમી આફત: અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું પડી શકે છે. જેને પગલે રાજ્યના ખેડૂતોના પાકને નુકસાન થવાની સંભાવના છે. પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો - માગશરમાં માવઠું: હજુ વરસાદના એંધાણ, કેરીનો પાક બગડે એવી સ્થિતિ

અધિકારીઓને તપાસના આદેશ: તે બાબતે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોને નુકસાન થાય તે સંભાવના છે ત્યારે કૃષિ વિભાગના અધિકારીઓને જે જિલ્લાઓમાં વરસાદનું માવઠું પડ્યું છે તે તમામ જિલ્લા કક્ષાએ કૃષિ વિભાગના અધિકારીઓને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે અને જે કઈ પણ હોય તે તમામ બાબતનો રિપોર્ટ ગાંધીનગર મોકલવાની પણ સુચના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આપી છે.

યુરિયા અછતનો ખોટો મેસેજ વાયરલ:પંચમહાલ જિલ્લામાં યુરિયા ખાતરનો જથ્થો ઓછો થયો અને ખેડૂતોને તકલીફ પડી રહી હોવાનો મેસેજ વાયરલ થયો હતો. જે બાબતે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી યુરિયા ખાતરનો સવાલ છે ત્યાં સુધી હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે રાજ્યને યુરીયા ખાતરની જેટલી જરૂરિયાત હતી જેટલી માગ હતી તે માગ પુરતો જથ્થો અમને કેન્દ્ર સરકારે ફાળવી દીધો છે. પંચમહાલ જિલ્લામાં યુરિયા ખાતરની તંગી છે તે સદંતર પાયાવિહોણી વાત છે. આજે પણ પંચમહાલ જિલ્લામાં 6000 ટ્વીન્ટલનો જથ્થો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો - માગશરમાં માવઠું: હજુ વરસાદના એંધાણ, કેરીનો પાક બગડે એવી સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details