- લોકસભાના સાંસદ અને ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના નાગરિકોને કરી અપીલ
- પોતાના સંબંધોનમાં વૃક્ષો વાવવા અને રસીકરણ અંગે આપ્યો ભાર
- પ્રકૃતિ રહેશે તો જ માનવી ટકી શકશે - અમિત શાહ
અમદાવાદ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ( Union Home Minister Amit Shah )એ પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ અભિયાન ( Plantation campaign ) શરૂ કર્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, કુદરતની સામે કોઈપણ માણસ ક્યારે પણ ટકી શકતું નથી, પરંતુ તે પુરુષાર્થ તો ચોક્કસ કરી શકે છે. વાવાઝોડાને કારણે અમદાવાદમાં પાંચ હજાર જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા પાંચ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક મૂકવું એ જ પુરુષાર્થ છે. આ જ સાચો રસ્તો પુરુષાર્થ તરફ જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વૃક્ષારોપણ કરવા અને corona vaccine લેવા માટે નાગરિકોને કરી અપીલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વધુમાં જણાવ્યું કે, મારી અમદાવાદવાસીઓને અપીલ છે કે, તમે વૃક્ષો વાવો જ છો, પાણી પીવડાવો જ છો, જતન કરો છો, ત્યારે તો એવું વૃક્ષ કેમ ન વાવીએ જેનું આયુષ્ય ત્રણ-ચાર પેઢી સુધી ઓક્સિજન આપે. આવા વૃક્ષો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા એક નર્સરી શરૂ કરવામાં આવી છે. જેમાં પીપળો, લીંબુ, વડ, જાંબુ જેવા અન્ય વૃક્ષો પણ રહેલા છે. આ વૃક્ષોને કારણે આપણને તો સારા પ્રમાણમાં ઓક્સિજન મળે જ છે, પરંતુ તેની સાથે પર્યાવરણનું પણ જતન થઈ રહ્યું છે. એક વાત ચોક્કસ છે. પ્રકૃતિ નહીં બચે તો માનવ ક્યારેય નહીં બચી શકે એટલે માનવે પોતાને બચાવવા માટે પ્રકૃતિને બચાવી ખૂબ જરૂરી છે.
કોરોના રસીકરણ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાર મૂક્યો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ( Union Home Minister Amit Shah )એ જણાવ્યું કે, નાગરિકોને અપીલ કરું છું કે, આપણે સોસાયટીમાં વૃક્ષો વાવીએ અને તેને પાણી પીવડાવવાની જવાબદારી પાંચ સભ્યોને જવાબદારી સોંપી ન શકીએ. આ સાથે રસીકરણ વધારવા માટે પણ અપીલ કરતા તેમણે જણાવ્યું કે, ભાજપના કાર્યકરો રસીકરણ માટે નેતૃત્વ લે અને દરેક લોકોને રસી મૂકાવવાની જવાબદારી લે. મેં પણ આજે મારી સોસાયટીમાં 25 સભ્યોના આગેવાનોની મિટિંગ કરી હતી. જેમાં તમામ લોકોને રસી લેવા માટે અપીલ કરી છે. પોતાના ઘરે આવતા ફેરિયા, તથા અન્ય તમામ સભ્યોને પણ રસી વહેલી તકે મૂકાવી દેવા માટે અપીલ કરવામાં આવી છે, ત્યારે ભાજપના કાર્યકરોને પણ હું અપીલ કરી રહ્યો છું કે, વૃક્ષારોપણની સાથે કોરોના રસીકરણ અભિયાન (corona vaccination campaign) પર પણ ધ્યાન આપવું જોઈએ છે.
અમદાવાદને હરિયાળુ શહેર બનાવવાની અમિત શાહે કરી અપીલ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ( Union Home Minister Amit Shah ) છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે સોમવારના રોજ વોક ઇન વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. કોરોના રસીકરણ અભિયાન (corona vaccination campaign) કોરોનાની ત્રીજી લહેરમાં બચવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે 80 કરોડથી વધુ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ બીજા દિવસે મંગળવારના રોજ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં વૃક્ષારોપણ કરી લોકસભા વિસ્તાર વધુમાં વધુ હરિયાળી આપવા સફળ થશે, તેવી આશા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ( Union Home Minister Amit Shah )એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)ને પણ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર વિશ્વનું સૌથી વધુ હરિયાળું શહેર બને, તે દિશામાં કામગીરી કરવી જોઈશે.
અમિત શાહનો ગુજરાત પ્રવાસ 2021