ગાંધીનગર: 'વિશ્વાસ પ્રોજેક્ટ'માં પંદર દિવસમાં 7 હજારથી વધુ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. આ સાથે જ આ કેમેરાને લઇને રાજ્યમાં થતા ગુનાઓમાં કુલ 372 જેટલા ગુના નિવારણ માટે સીસીટીવી ઉપયોગમાં હોવાનું સામે આવ્યું છે.
'વિશ્વાસ પ્રોજેકટ' હેઠળ રાજ્યમાં 7000 CCTV મુકાયા, 15 દિવસમાં 372 કેસમાં મદદ મળી - વિશ્વાસ પ્રોજેકટ
દેશના ગૃહપ્રધાન અમિત શાહે મહાત્મા મંદિર ખાતેથી 15 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યની વધુ સુરક્ષા માટે ગુજરાત પોલીસનો એક ખાસ પ્રોજેક્ટ 'વિશ્વાસ પ્રોજેક્ટ'નું લોકાર્પણ કર્યું હતું. જેમાં સમગ્ર રાજ્યના તમામ જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકાને CCTV નેટવર્ક હેઠળ આવરી લેવાનું હતું.
ગુજરાત રાજ્ય પોલીસનો વિશ્વાસ નામનો આ ખાસ પ્રોજેક્ટ ગુજરાતના સમગ્ર વિસ્તારને સીસીટીવીની નેટવર્કમાં જોડવાનો છે. ઉલ્લેખનીય છે કે, પંદર દિવસથી શરૂ થયેલો આ પ્રોજેક્ટમાં 7000 જેટલા સીસીટીવી કેમેરા સમગ્ર રાજ્યમાં ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજયની તમામ મહાનગરપાલિકા ઉપરાંત રાજ્યના મોટા 6 યાત્રાધામમાં પણ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમરાનું નેટવર્ક ગોઠવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના ઉપયોગથી ગુનાખોરી અટકાવવા બનેલા ગુનાની તપાસ કરવા ગુનાખોરીમાં સંડોવાયેલા બાહના બાબતે ઝઘડો થયા બાદની તપાસ કરવા ટ્રાફિક મેનેજમેન્ટ અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટમાં વધુ કામ લાગશે.
આમ, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસની દ્રષ્ટિએ 34 જિલ્લા યાત્રાધામ અને વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ સુવિધા કરવામાં આવી છે. જ્યારે આ તમામ જિલ્લાઓમાં મોનીટરીંગ માટે નેટવર્ક કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર તેમજ રાજ્યકક્ષાએ મોનીટરીંગ માટે ત્રિનેત્ર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.