રાજ્યમાં કોંગ્રેસ સરકાર તૂટી રહી છે, ત્યારે અચાનક સમાચાર સામે આવી રહ્યા છે કે, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા બીજી વખત ગુજરાતની ભાજપ સરકારના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. સરકારની યોજનાઓ અને કાર્યશૈલીથી અંજાઈ ગયા હોય તેમ પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું છે કે, મારા વિસ્તારમાં સરકારની યોજનાઓ યોગ્ય રીતે અમલ થાય તે માટે સરકાર સાથે સંકલન થવું જરૂરી છે. આ કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું હોવાથી હું આ કાર્યક્રમ આવ્યો હતો.
ગાંધીનગર: આયુષ્યમાન ભારતની ઉજવણી, કોંગ્રેસના બે ધારાસભ્ય રહ્યા હાજર - gujarati news
ગાંધીનગરઃ રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજનાની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં આયુષ્યમાન ભારત યોજનાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધેલા લાભાર્થીઓ અને ગાંધીનગર ઉત્તર કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી જે ચાવડા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન જાડેજા પણ હાજર રહ્યા હતા.
ફાઈલ ફોટો
ગાંધીનગર ઉત્તર બેઠકના કોંગી ધારાસભ્ય ડૉ. સી.જે.ચાવડા કહ્યું હતું કે, સરકારની ત્રુટિ હોય ત્યાં અમારે ધ્યાન દોરવાનું હોય. આ કાર્યક્રમમાં આવવાથી તેની બધી જ માહિતી મળી શકે છે. ભાજપમાં જોડાવાની વાત બિલકુલ સાચી નથી. વધુમાં તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ખૂબ સારા પ્રચાર-પ્રસારક છે. ત્યારે તેમને જોવા માટે જંગી મેદની ઉમટી પડે તેમાં કોઈ નવાઈ નથી.