- વેપારીનું મીંટીગને બહાને અપહરણ ક્યું
- વેપારીને અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી હતી
- ખંડણીખોરે વેપારીને કીધું કે પોલીસને જણાવીશ તો મારી નાખીશ
ગાંધીનગર : વેપારી અને આ કેસના ફિયાદી અરવિંદભાઈ ઠક્કર સાથે પૂર્વ આયોજિત કાવતરું રચી મીટીંગ કરવાનું જણાવી 3 ઈસમોએ પુન્દ્રાસણ ચોકડી પાસે બોલાવી અપહરણ કરી જલુદગામના ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં ગાળો બોલી અને પેટના ભાગે ગુપ્તી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રૂપિયા 10 લાખની ખંડણી વસુલી માંગી હતી. આ ગુનાનો અંજામ આપનાર ત્રણ ઈસમો વિષ્ણુ પ્રજાપતિ, સુરેશ પ્રજાપતિ, મહેશ જસવાણી(રહેવાસી વાવોલ) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી.
લિગ્નાઈટની જરૂર છે તેવું કહી અરવિંદભાઈને મિટિંગ માટે બોલાવ્યા હતા
અરવિંદભાઈ ઠક્કર સેક્ટર 21માં રહે છે અને સરગાસણ પાસે લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. સમ્રગ ધટનાની વાત કરીએ તો, વિષ્ણુ પ્રજાપતિ નામના વ્યક્તિએ વેપારી(અરવિંદભાઈ ઠક્કર)ને ફોન કરી મીટિંગ કરવા કહ્યું હતુ. વિષ્ણુ પ્રજાપતિએ દોઢ વાગ્યા આસપાસ વેપારીને પુન્દ્રાસણ ચોકડી પાસે બોલાવ્યા હતા. અરવિંદભાઈ ઠક્કર પુન્દ્રાસણ ચોકડી પહોચતા જ વેપારીને દોઢ કિલોમીટર ખેતરની અંદર લઈ ગયા હતા. ત્યારબાદ અરવિંદભાઈના પેટ પકડીને પેટમાં ગુપ્તી રાખી હતી. પેટમાં ગુપ્તી રાખીને 20 લાખ રુપીયાની માંગી કરી અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી. વેપારી પાસે આટલી મોટી રકમ ના હોવાથી આંગણીયા પેઢી દ્રારા અન્યને વ્યક્તિને બોલાવીને આપ્યા હતા. રકમ આવતા જ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આરોપીએ વેપારીને જતાં જતાં કીધુ કે, જો પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ.