રાજ્ય સરકાર દ્વારા હવે આગામી સમયમાં ઓનલાઇન એટલે કે, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી દંડ વસુલ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય સરકારના બન્ને વિભાગોએ રાષ્ટ્રીય અધિકૃત બેન્ક પાસે પીઓએસ મશીનની માગ કરી હતી પણ બેન્ક દ્વારા ફકત ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ જેવા કે, આરટીઓ, એ.આરટીઓને જ ફક્ત 650 જેટલા મશીનો આપવાની માગ સ્વીકારી છે. જ્યારે પોલીસને ફક્ત ગણતરીના જ મશીનો આપવાની માગને સ્વીકાર્યુ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું, ત્યારે હવે આ મશીન કોને વધુ ઉપયોગી રહેશે તેને ઘ્યાનમાં રાખીને જ વધુ મશીનની ફાળવણી કરવામાં આવશે.
નવા ટ્રાફિક નિયમ મુદ્દે ગૃહ વિભાગ અને ટ્રાન્સપોર્ટ વિભાગ આમને સામને?
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમના બિલ 16 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યુ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટ અને PUCમાં વધુ એક મહિનાની મુદ્દત વધારવામાં આવી છે. હવે દંડ ઓનલાઇન વસુલવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના બે મહત્વના વિભાગ એવા ગૃહ વિભાગ અને ટ્રાન્સપોર્ટ વિભાગ બન્ને સામ-સામે આવ્યા છે. જેમાં સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગૃહ વિભાગને પુરતા એસ.ઓ.એસ મશીન નથી મળ્યા જ્યારે આરટીઓ અઘિકારીઓને 660 જેટલા મશીન આપવાથી બન્ને વિભાગો આમને સામને આવ્યા છે.
નવા ટ્રાફિક નિયમ
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જે નવા ટ્રાફિક નિયમો અમલી કરવામાં આવ્યા છે, તેમાં રસ્તા પર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને કામગીરી કરવાનું છે. જ્યારે વાહનોને લઇને આરટીઓ અધિકારીઓની પણ જવાબદારી આવે છે, ત્યારે હવે નવા ઓનલાઇન દંડની પ્રકિયામાં ક્યા વિભાગને કેટલા મશીન મળશે તે હવે બાદમાં જ જાણી શકાશે.