મળતી માહિતી મુજબ રાજ્યમાં ટ્રાફિક નિયમન ઉલ્લંઘન બદલ દંડની રકમ વધારવામાં આવી છે. સામાન્ય રીતે તેટલી રકમ ટેક્નોલોજીના જમાનામાં અને પ્લાસ્ટિકની ઉપયોગ વચ્ચે ભાગ્યે જ કોઈના ખિસ્સામાં પડી હશે. તેને લઈને ગૃહ વિભાગ અને બેંકને સાથે રાખીને સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસને કાર્ડ સ્કેચ કરવા માટે સ્વાઇપ મશીન આપવામાં આવશે.
ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ, ટ્રાફિક ભંગ કરનાર પાસેથી ઓનલાઇન દંડ વસુલશે - ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ
ગાંધીનગર: રાજ્યમાં સરકાર દ્વારા ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડની રકમ વધારવામાં આવી છે. જ્યારે કંટ્રોલરૂમ દ્વારા નિયમનો ભંગ કરનાર વાહનચાલકને ઈ-મેમો આપવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા હવે વાહનચાલકો પાસેથી ઓનલાઇન દંડ લેવાની વિચારણા કરવામાં આવી છે. વાહનચાલકો દ્વારા પોતાની પાસે નાણાં નથી તેવી ફરિયાદો કરવામાં આવતી હોય છે. જેને લઈને આગામી સમયમાં ટ્રાફિક પોલીસ મેમોની સાથે સ્વાઇપ મશીન લઈને જોવા મળશે. ખિસ્સામાં રૂપિયા નહીં હોય પણ બેંકમાં પડ્યા હશે, તો પોલીસ સ્વાઇપ મશીન દ્વારા સ્થળ ઉપર જ દંડ વસુલ કરશે.
gandhinagar
કેન્દ્રની મોદી અને રાજ્યની રૂપાણી સરકાર ઈ પેમેન્ટની વાતો કરી રહી છે, ત્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ હાલમાં વાહનચાલકો મેમો લઈને રોકડા ભરવા જાય છે. તેવી સ્થિતિમાં ઈ મેમોની સાથે સ્વાઇપ મશીન આપવામાં આવશે. જેને લઇને ડિજિટલ ઇન્ડિયાને ખરા અર્થમાં સાર્થક કરી શકાય. રાજ્યમાં હવે ઈ મેમોની સાથે જે તે સ્થળ પર જ દંડ ભરી શકાશે. ટ્રાફિક પોઇન્ટ ઉપર જ સ્વાઇપ મશીન આપવાના કારણે વાહનચાલકોને ટ્રાફિક પોલીસ સ્ટેશન સુધી જવુ નહીં પડે.
Last Updated : Sep 20, 2019, 9:42 PM IST