ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1020 કેસ, 898 ડિસ્ચાર્જ, 22 મોત, કુલ આંકડો 65,704 - ગાંધીનગરમાં કોરોનાના કેસ

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1020 કેસ નોંધાયા હતા. તો આ સાથે જ 974 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે 22 લોકોના મોત નીપજ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ 65,704 કેસ થઇ ગયા છે.

24 કલાકમાં કોરોનાના 1020 કેસ
24 કલાકમાં કોરોનાના 1020 કેસ

By

Published : Aug 4, 2020, 10:56 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 60 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1020 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 25 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 65704 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી મંગળવારે 898 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

24 કલાકમાં કોરોનાના 1020 કેસ
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 138, સુરત મહાપાલિકા વિસ્તારમાં 194, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 84, રાજકોટ કોર્પોરેશન 61, સુરત 51, ભાવનગર કોર્પોરેશન 38, રાજકોટ 27, દાહોદ 23, કચ્છ 23, પંચમહાલ 22, જૂનાગઢ કોર્પોરેશન 21, વડોદરા 21, ગાંધીનગર 20, નર્મદા 20, અમરેલી 18, જામનગર કોર્પોરેશન 18, ભાવનગર 17, ભરૂચ 16, બોટાદ 16, ગીર સોમનાથ 16, જુનાગઢ 16, અમદાવાદ 15, મહેસાણા 15, નવસારી 13, સાબરકાંઠા 13, મહીસાગર 12, ખેડા 11, પાટણ 10, સુરેન્દ્રનગર 10, વલસાડ 10, આણંદ 9, ગાંધીનગર કોર્પોરેશન 8, મોરબી 7, બનાસકાંઠા 6, અરવલ્લી 5, જામનગર 4, તાપી 4, પોરબંદર 3, છોટાઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગમાં 1 કેસ સામે આવ્યો છે.જ્યારે 87 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 2,534 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 27,122 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરતમાં મંગળવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 194 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 51 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 245 સામે આવ્યા છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details