SOGના PI જે. જી. વાઘેલાએ કહ્યું કે, છત્રાલ GIDCમાં આવેલી મેક્સિમ કંપનીમાંથી ભંગારનો ભાવ 157 રૂપિયા ચાલતો હતો. તેની જગ્યાએ 164 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ ભંગાર જય બહુચર એન્ટરપ્રાઇઝના નામે ગત 14 માર્ચના રોજ રૂપિયા 3 લાખ અને 19 માર્ચના રોજ 7લાખ રૂપિયા RTGST જમા કરાવી દીધા હતા. ત્યારબાદ આરોપીઓ ભંગાર ભરવા માટે આઇસર ગાડી લઈને આવ્યા હતા. તે સમયે આરોપીઓએ ધરમ કાંટા ઉપર ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સ લગાડી દીધી હતી. જેનાથી જે ગાડીનું વજન 4ટન 910 કિલોગ્રામ થયું હતું.
વજન કાંટામા ચિપ્સ લગાવી હજારો ટન માલની ચોરી કરતી ટોળકી ઝડપાઇ
ગાંધીનગર: છત્રાલ GIDCમાં આવેલા એક વે બ્રીજ ઉપર ચિપ્સ લગાવી હજારો ટન માલની ચોરી કરતી ટોળકીને ગાંધીનગર SOG દ્વારા ઝડપી લેવામાં આવી છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PI જે. જી. વાઘેલાએ કહ્યું કે, છત્રાલ GIDCમાં આવેલી એક કંપનીનો ભંગારનો ભાવ ચાલતો હતો તેના કરતાં પણ ઉંચો ભાવ આપવામાં આવતો હતો. આ બાબતની માહિતી કંપનીના માલિક દ્વારા આપવામાં આવતા વોચ ગોઠવીને સમગ્ર કૌભાંડને પકડી પાડવામાં આવ્યું છે.
સમગ્ર કૌભાંડમાં અનિલ વાઘેલા મણીનગર અમદાવાદ, પિયુષ પટણી, રવીન્દ્રસિંહ સિસોદિયા, વિનોદભાઈ પટણી, અસારવા ચમનપુરામાં રહેતો સુનિલ પટણી તમામનેઝડપી લીધા હતા. આરોપીઓ દ્વારા કંપનીના માણસો સાથે ચિપ્સ લગાવી રિમોટ દ્વારા લોડીંગનું વજન હજારો કિલો ઓછું કરી દેવામાં આવતું હતું. એક દબાવે તો એક ટન વજન ઓછું થતું હતું અને બે દબાવે તો બે ટન ઓછું થતું હતું.
આ રીતે હજારો ટન માલના કૌભાંડ કરવામાં આવતું હતું. આ બાબતની ફરિયાદ સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ આખી ગેંગને ઝડપી લઈને કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ પહેલા કેટલા લોકોને ભોગ બનાવવામાં આવે છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.