ગુજરાત

gujarat

ઈસરોમાં નોકરી આપવાનું કહી "બંટી-બબલી"એ ગાંધીનગરના વૃદ્ધ સાથે કરી એક કરોડની છેતરપિંડી

By

Published : Jun 16, 2020, 7:00 AM IST

ગાંધીનગરના સેક્ટર-26 ખાતે રહેતાં આધેડ સાથે એક દંપતિએ 1.05 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બંટી બબલીની જોડીએ આધેડની બે દીકરીઓ અને એક દિકરાને ઈસરો, બેન્ક જેવી જગ્યાઓ પર સરકારી નોકરી અપાવવાનું કહ્યું હતું. જેને પગલે આધેડે દોઢ વર્ષના સમયગાળામાં 1,05,56,617 જેટલા પૈસા ટુકડે-ટુકડે ચૂકવ્યા હતા.

Etv Bharat, Gujarati News, ISRO NEws
ISRO NEws

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-26 ખાતે રહેતાં આધેડ સાથે એક દંપતિએ 1.5 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બંટી બબલીની જોડીએ આધેડની બે દીકરીઓ અને એક દિકરાને ઈસરો, બેન્ક જેવી જગ્યાઓ પર સરકારી નોકરી અપાવવાનું કહ્યું હતું. જેને પગલે આધેડે દોઢ વર્ષના સમયગાળામાં 1,05,56,617 જેટલા પૈસા ટુકડે-ટુકડે ચૂકવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે સેક્ટર-26 કિશાનનગર ખાતે રહેતાં કિશોરભાઈ હરજીવનભાઈ પ્રજાપતિ (53 વર્ષ) લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. જેમને સંતાનમાં બે દીકરીઓ અને એક દિકરો છે. 2014માં તેમી નાની દીકરી અમદાવાદ વોડાફોન કંપનીમાં નોકરી કરતી હતી, ત્યારે તેની સાથે રિન્કુ ઉર્ફે આરતી તથા તેનો પતિ ભરત સોમાભાઈ પટેલ નોકરી કરતાં હતા. તેઓ ઘણી વખત તેમના ઘરે આવતા હતા, આ સમયે ભરત પટેલે સારી ઓળખાણ હોવાથી કિશોરભાઈના સંતાનોને સરકારી નોકરીમાં લગાવી અપાવાની વાત કરી હતી. થોડા સમય પછી ભરત પટેલે ફરિયાદીની મોટી દીકરીને યુનિયન બેન્કમાં, નાની દીકરીને પોસ્ટલ વિભાગમાં અને દિકરાને ઈસરોમાં નોકરી અપાવવાની વાત કરી હતી.

જોકે તે માટે પૈસા ખર્ચવાની વાત કરીને નોકરી ન મળે તો પૈસા પાછા આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ ભરત પટેલે દોઢ વર્ષના ગાળામાં ટુકડે-ટુકડે પૈસા પડાવ્યા હતા. સંતાનોને નોકરી ન મળતા ફરિયાદીએ પૈસા પાછા માંગતા દંપતિએ સંપર્કો ઓછા કરી દીધા હતા. જેથી કિશોરભાઈ પ્રજાપતિએ આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. જેની પ્રાથમિક તપાસ બાદ આ અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details