ગાંધીનગર:કેન્દ્ર સરકાર દ્વારા આર્મી નેવી અને એરપોર્ટમાં નવયુવાનો નિમણૂક માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. અગ્નિપથ યોજનાનો દેશના અનેક રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્ય તંત્ર દ્વારા 4 વર્ષ પૂર્ણ કરનારા જવાનોને પોલીસમાં ભરતી (Agnipath Recruitment Scheme)માટેની જગ્યા આપવાની જાહેરાત કરવામાં આવી કરી છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વડોદરામાંં મહત્વની જાહેરાત કરી હતી કે ગુજરાત સરકારમાં હજુ વિચારણા હેઠળ છે પણ ટૂંક સમયમાં આ બાબતે મહત્વની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચોઃબિહારમાં અગ્નિપથ યોજનાનો કરવામાં આવ્યો વિરોધ
શું કહ્યું હર્ષ સંઘવીએ -ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા સરકારી ભરતીમાં અગ્નિવિરોને પ્રાધાન્ય આપવામાં આવશે તે બાબતની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર શું આયોજન કરશે આ બાબતને પ્રશ્નના જવાબમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે અગ્નિપથ યોજનાએ( Agneepath Yojana) નવા ભારતની સૌથી મહત્વની ઘટના છે. અગ્નિપથ યોદ્ધા કે લાખોની સંખ્યામાં યુવાનો અને નવી નોકરી મળવાની છે દેશની સેવા કામ કરવાનું એક નવું પ્લેટફોર્મ મળવાનું છે, આ યોજના તમામ રાજ્યો માટે એક નવી દિશા છે, ગુજરાત સરકારમાં આ બાબતે ચર્ચા વિચારણા થઈ રહી છે. આ બાબતે કેન્દ્ર સરકારની આ યોજના થકી વધુમાં વધુ યુવાઓને રોજગારી અને પ્લેટફોર્મ (agneepath yojana protest)મળતું હોય તો ગુજરાત પણ પાછું નહિ પડે, આ તમામ બાબતે સરકાર વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.