ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ અને 94 મોત નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તથા રિક્વરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલે કુલ 1,31,826 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના અપડેટ
ગુજરાતમાં કોરોના અપડેટ

By

Published : Apr 17, 2021, 8:57 AM IST

  • રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
  • છેલ્લા 24 કલાકમાં 8920 પોઝિટિવ કેસ
  • છેલ્લા 24 કલાકમાં 94 દર્દીઓના મૃત્યુ થયા

ગાંધીનગર :રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રિક્વરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 8,920 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ નોંધાયેલા કેસ છે. જ્યારે આજદિન સુધી સૌથી વધુ 94 જેટલા દુઃખદ મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના અપડેટ

અમદાવાદમાં સૌથી વધુ 2,842 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2,842 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 491 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 25 જેટલા નોંધાયા છે.

આ પણ વાંચો : કોરોનાને કારણે થયેલા મોતના સરકારી આંકડા અને સ્મશાનમાં અંતિમવિધિ થયેલા મૃતદેહોની સંખ્યા વચ્ચે તફાવત કેમ?


રાજ્યમાં ગઇકાલે કુલ 1,31,826 નાગરિકોનું રસીકરણ થયું

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગઇકાલે કુલ 1,31,826 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં 87, 11,085 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 13,02,796 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલી નથી. જ્યારે રિક્વરી રેટ પણ ઘટીને 85.71 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,29,781 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચો : લુણાવાડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ધન્વંતરી રથ દ્વારા 32 RTPCR,18 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયા

આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે કુલ 49,737 જેટલા એક્ટિવ કેસ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 49,737 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 283 વેન્ટિલેટર પર અને 49,454 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 5,170 નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details