ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષમાં 60,000 ભરતી કરાશે, 1 વર્ષમાં 16,500 જગ્યાઓ ભરવાની મંજૂરી: નીતિન પટેલ

ગાંધીનગરઃ વિઘાનસભ ગૃહમાં સરકારી નોકરી બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારનો ઉધડો લઇ લેવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય સરકારે જ વિધાનસભા ગૃહમાં રાજ્યમાં 5 લાખથી વધુ લોકો બેરોજગાર હોવાનુ લેખીતમાં સામે આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે. જે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં 60,000થી વધુ જગ્યાઓ ભરવાનું અમારૂ આયોજન છે. આ વર્ષે 16,500 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે.

By

Published : Jul 18, 2019, 5:22 AM IST

રાજ્ય સરકાર ત્રણ વર્ષમાં 60,000 ભરતી કરશે, એક વર્ષમાં 16,500 જગ્યાઓ ભરવાની મંજૂરી: નીતિન પટેલ

તો આ અંગે નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત અનુસાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી ત્રણ વર્ષમાં અંદાજિત 60,000 જગ્યાઓ ભરવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા આ પૈકી ચાલુ વર્ષે 37,535 અને તે પછીના બે વર્ષમાં અનુક્રમે 11,600 અને 11,300 જગ્યાઓ ભરવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા 1,53,000 કરતા પણ વધુ ભરતીના આયોજન સ્વરૂપે 10 વર્ષ માટે ભરતી કેલેન્ડર બનાવી રાજ્ય સરકારની કચેરીમાં કર્મચારીઓની ભરતી હાથ ધરવામાં આવશે.

રોજગારી ઉપરાંત ઉચ્ચક નાણાંકીય સહાય અંતર્ગત ચાલુ નોકરીમાં અવસાન પામનાર કર્મચારીઓના આશ્રિત કુટુંબને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ શરતોને આધીન વર્ગ-3 અને 4ના કર્મચારીઓના આશ્રિતોને રૂપિયા 4 લાખથી રૂપિયા 8 લાખ ચુકવવાની જોગવાઈઓ છે. આ બાબત ફિક્સ પગારના 50 વર્ષિય કરાર આધારિત સેવાના કર્મચારીઓના કિસ્સામાં પણ વિવિધ ઠરાવોથી લાગુ પડે છે.

ABOUT THE AUTHOR

...view details