ગુજરાત

gujarat

ETV Bharat / state

મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા રાજ્ય સરકાર ગપ્પી માછલીનો ઉછેર કરશે - મલેરિયા

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. પાણી ભરાવવાના કારણે મચ્છોરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. એટલે મલેરિયા જેવા જીવલેણ રોગોએ માથું ઉચક્યું છે. રાજ્યમાં મલેરિયાના કેસોમાં વઘારો નોંઘાયો છે. ત્યારે મલેરિયા જેવા રોગને નાથવા તંત્ર દ્વારા ગપ્પી માછલીઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.

મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા રાજ્ય સરકાર ગપ્પી માછલીનો ઉછેર કરશે

By

Published : Aug 23, 2019, 7:18 PM IST

આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, "રાજ્યમાં મચ્છરોના ઉપદ્રવ ઘટાડવા માટે ગપ્પી માછલીનો સહારો લેવામાં આવ્યો છે. માછલીને તળાવમાં અથવા તો જ્યાં પાણી ભરાયા હોય તેવી જગ્યા ઉપર મૂકવા આવશે. આ માછલી મચ્છરોના ઈંડાને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેથી મચ્છરોનો ઉપદ્રવ ઘટશે અને મલેરિયા જેવા રોગોમાં ઘટાડો થશે.

મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા રાજ્ય સરકાર ગપ્પી માછલીનો ઉછેર કરશે
ઉલ્લેખનીય છે કે, ગપ્પી માછલીનું જીવન ફક્ત 60 દિવસનું જ હોય છે. જેથી ગપ્પી માછલી વધુ ઉત્પન્ન થાય તે રીતના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે. નવી ઉત્પન્ન થયેલી માછલીઓને પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે.

આમ, તંત્ર દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જેથી રોગચાળો પર કાબૂ મેળવીને આરોગ્યલક્ષી કાર્યોને વેગ આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details