ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારે 191 કરોડના ખર્ચે એરક્રાફ્ટની કરી ખરીદી, હવે વિદેશ જવા પ્લેન ભાડે નહીં લેવું પડે - નાયબ મુખ્યપ્રધાન

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, રાજ્યપાલ જેવા VVIPને સરળતાથી એક જગ્યાથી બીજી જગ્યાએ જવા રાજ્ય સરકારે 191 કરોડના ખર્ચે કેનેડાથી આધુનિક સુવિધા સાથેનું એરક્રાફ્ટ ખરીદ્યુ છે.

એરક્રાફ્ટ
author img

By

Published : Nov 7, 2019, 10:14 AM IST

Updated : Nov 7, 2019, 7:52 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તેમજ રાજ્યપાલ હવે નવા એર ક્રાફ્ટમાં વિવિધ જગ્યાઓ પર મુલાકાત લેવા જશે કેમ કે VVIP ટ્રાવેલ માટે ગુજરાત સરકારે રૂપિયા 191 કરોડના ખર્ચે કેનેડા ખાતેથી વિશેષ એક ક્રાફ્ટની ખરીદી કરી છે. રાજ્ય સરકારે આખરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રૂપિયા 191 કરોડના નવા વિમાનની ખરીદી કરી છે. સરકારના જે નિર્ણયે વિવાદ છેડ્યો હતો તે વાતનો હવે અંત આવશે કે નહિ તે તો ખ્યાલ નથી પરંતુ સરકારે કેનેડા ખાતેથી વિશેષ બમ્બાર્ડિયર મેકર ચેલેન્જર 650 એર ક્રાફ્ટની ખરીદી કરી લીધી છે.

રાજ્ય સરકારે 191 કરોડના ખર્ચે એરક્રાફ્ટની કરી ખરીદી

ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી વિલંબિત ખરીદી પ્રક્રિયાને વિધિવત રીતે વીંટાળી દીધી છે. સ્વેન્કી ટુ એન્જિન 'બોમ્બાર્ડિયર ચેલેન્જર 650' આવતા બે અઠવાડિયામાં ગુજરાત ખાતે પહોંચાડવામાં આવશે તેવા અહેવાલ સુત્રો દ્વારા પ્રાપ્ત થયા છે. જેટલો આ વિમાન માટે ખર્ચો કરાયો છે.

વિમાનની વિશેષતાઓ

• બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 નવું વિમાન 12 મુસાફરોને લઇ જઈ શકે છે
• ફ્લાઇંગ રેન્જ 7,000 કિલોમીટર જેટલી છે.

છેલ્લાં 20 વર્ષથી મુખ્યપ્રધાન અને અન્ય મહાનુભાવોને લઈ જવા માટે 'બીક્રાફ્ટ સુપર કિંગ' વિમાનનો ઉપયોગ કરાતા હતા. પણ રાજ્ય સરકારને એક કલાકના 1 લાખ રૂપિયા આપવા પડતા હતા પણ હવે નહીં આપવા પડે. જ્યારે નવા એર ક્રાફ્ટની કેપેસિટી ઘણી ઊંચી છે. નવું ખરીદાયેલું વિમાન લગભગ 870 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.

"બમ્બાર્ડિયર મેકર ચેલેન્જર 650 વિમાનની ખરીદી અંગેની પ્રક્રિયા તત્કાલિન ટુરીઝમ અગ્ર સચિવે કેનેડા ખાતે જઈ અને 3 માસ અગાઉ જ પુર્ણ કરી દીધી હતી. આ વિમાન દિવાળી અગાઉ ગુજરાત સરકારને સુપ્રત કરનાર હતું પરંતુ સંજોગવસાત તેની ડીલિવરીમાં મોડું થતાં આગામી થોડાં દિવસોમાં આ એર ક્રાફ્ટ ગુજરાત સરકારને પહોંચાડવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Last Updated : Nov 7, 2019, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details