ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌની યોજના થકી સૌરાષ્ટ્રના 25 જળાશયો અને 400 થી વધુ ચેકડેમ ભરાશે, 4000 મિલિયન ઘન ફૂટ પાણી છોડવામાં આવશે : અશ્વિનીકુમાર - latest news in Gandhinagar

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણી નામનો કકળાટ ચાલુ થઈ જાય છે. તેમ પણ સૌરાષ્ટ્રમાં પાણી માટે કિલોમીટર દૂર જવું પડે છે. ત્યારે આ વર્ષે પાણીનો કોઈ કકળાટ ના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના થકી નર્મદાનું પાણી છોડવામાં આવશે, જેમાં 4000 મિલિયન ઘન ફૂટ પાણી સૌની યોજનામાં છોડવામાં આવશે.

Sauni project
અંગત સચિવ અશ્વિનીકુમાર

By

Published : May 23, 2020, 5:14 PM IST

ગાંધીનગર : આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી પીવાનું મળી રહે છે. જેથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, સૌની યોજના પૈકી 4000 મિલિયન ઘન ફૂટ પાણી છોડવામાં આવશે. નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના 25 જળાશયો, 120 તળાવ અને 400 થી વધુ ચેકડેમ ત્રણ તબક્કાવાર ભરવામાં આવશે. આ પાણી છોડવાના કારણે ભૂગર્ભ જળ યોજનામાં પણ ફાયદો થશે. આ સાથે જ ઉનાળામાં જે પીવાના પાણીનો સમસ્યા હોય છે, તે સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સૌની યોજના થકી સૌરાષ્ટ્રના 25 જળાશયો અને 400 થી વધુ ચેકડેમ ભરાશે
રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે, ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરીયાતો પુરી થાય તે માટે ગ્રામ્ય સ્તરે આગામી 20 મી મે થી નર્મદાના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગ્રામ્ય સ્તરે પાણી મળી રહે તે માટે સિંચાઇ વિભાગની માંગણીના આધારે આગામી તા. 20 મી મે થી નર્મદાના નીર દ્વારા આ તળાવો ભરાશે. જેમાં ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજનાની પાઇપલાઇન સાથે જોડાયેલા 550 તળાવો ભરવા માટે 10,465 એમ.સી.એફ.ટી. પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે આગામી સમયમાં પણ જેમ જરૂરીયાત ઉભી થશે, એ મુજબ પણ પાણી આપવાનું સરકારનું આયોજન છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગ્રામ્ય સ્તરે પાણી પહોંચે તે માટે સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પણ તા. 20 મી મે થી નર્મદાના નીર દ્વારા ભરવામાં આવશે. જેમાં લીંક- 1 દ્વારા 16 તળાવો, ચેકડેમો, લીંક-2 દ્વારા 6 જળાશય અને 293 તળાવો ચેકડેમો, લીંક-3 માં 6 જળાશયો અને 53 તળાવો ચેકડેમો, લીંક-4 માં 15 જળાશયો અને 185 તળાવો ચેકડેમ મળી અંદાજે કુલ-27 જળાશયો અને 547 ચેકડેમો તથા તળાવો ભરવામાં આવશે. ઉપરાંત કચ્છમાં પણ ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરીયાત મુજબ જેટલા પાણીની જરૂર હશે. એટલું પાણી નર્મદા નિગમ દ્વારા પુરૂ પાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details