ગુજરાત

gujarat

ETV Bharat / state

રીન્યૂએબલ એનર્જી પોલિસી 2023ને લીધે ગુજરાત તેની 50 ટકા ઊર્જા જરુરિયાતો રીન્યૂએબલ સોર્સમાંથી મેળવવા સક્ષમ બનશે - 1000 કરોડના MoU

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2024 અંતર્ગત અત્યાર સુધી રાજ્યમાંથી ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઈથેનોલ માટે કુલ 1000 કરોડના MoU થયા છે. ગુજરાત તેની રીન્યૂએબલ એનર્જી પોલિસીને સહારે આ સેક્ટરમાં અગ્રણી બનવા તરફ જઈ રહ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. The Renewable Energy Policy 2023 Gujarat VGGIS 2024 Green Hydrogen Capital

રીન્યૂએબલ એનર્જી પોલિસી 2023ને લીધે ગુજરાત આ સેક્ટરમાં ભરશે હરણફાળ
રીન્યૂએબલ એનર્જી પોલિસી 2023ને લીધે ગુજરાત આ સેક્ટરમાં ભરશે હરણફાળ

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 5:27 PM IST

ગાંધીનગરઃ ગુજરાત હાલમાં ભારતની રીન્યૂએબલ એનર્જી ક્ષમતામાં 15% યોગદાન આપે છે. જે ગુજરાતને રીન્યૂએબલ એનર્જી માટે સૌથી ઝડપથી વિકસતા ઉત્પાદકો પૈકીનું એક બનાવે છે. આ ઉપરાંત ગુજરાત સરકારે તાજેતરમાં રીન્યૂએબલ એનર્જી પોલિસી 2023 પણ લોન્ચ કરી છે. આ પોલીસી રાજ્યને તેની ઊર્જા જરૂરિયાતના 50% ઊર્જા રીન્યૂએબલ એનર્જી સોર્સ દ્વારા પૂરી કરવા માટે સક્ષમ બનાવશે. આ ઉપરાંત 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનને 45 ટકા સુધીના ઘટાડાના લક્ષ્યને હાંસલ કરવામાં દેશને ઉપયોગી બનશે.

ગ્રીન હાઈડ્રોજન કેપિટલઃ ગુજરાતની ઈન્વેસ્ટર ફ્રેન્ડલી પોલિસીઝ, VGGS 2024 અંતર્ગત અત્યાર સુધી થયેલા MoU ગુજરાતને ગ્રીન હાઈડ્રોજન કેપિટલ બનવા તરફ આગળ વધારી રહ્યા છે. ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે ગુજરાત સરકારે જમીન ફાળવણીની નવી નીતિ જાહેર કરી છે. આ નીતિ અનુસાર ગ્રીન હાઇડ્રોજન કંપનીઓએ તેમના પ્લાન્ટ શરૂ કર્યાના 5 વર્ષમાં પ્લાન્ટ ઉત્પાદન ક્ષમતાના 50% અને 8 વર્ષમાં 100% ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવી પડશે.

ગુજરાતનું વિઝનઃ ગુજરાત સરકારે ગ્રીન હાઈડ્રોજન સેક્ટરની નવી દિલ્હી, કોલકાતા, ચંદીગઢ ઉપરાંત ફ્રાન્સ, જાપાન, દ. કોરિયા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશની અનેક કંપનીઓ સાથે અનેક બેઠકો યોજી હતી. આ બેઠકોમાં ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એનર્જી સેક્ટર માટે ગુજરાતનું વિઝન શેર કરવામાં આવ્યું હતું. અલ્ટરનેટિવ ફ્યૂએલ પ્રોડક્શન, રીન્યૂએબલ એનર્જી પ્રોડક્શન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રકચર સોલ્યુશન, લિથિયમ આયન બેટરી ઉત્પાદન, સોલાર મોડ્યૂલ્સ, ડિકાર્બોનાઈઝેશન ઈનિશિયેટિવ તેમજ ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન માટેની વિવિધ જરુરિયાતોને પહોંચી વળવામાં કંપનીઓ તરફથી રસ દાખવવામાં આવ્યો છે.

ગ્રીન હાઈડ્રોજન માટે MoU: વેલસ્પન અને કિરી ઈન્ડસ્ટ્રિઝ જેવી ભારતીય કંપનીઓએ ગુજરાતમાંથી યુરોપમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાની નિકાસની સુવિધા માટે લિલી નેવિટાસ (જર્મની) અને સુન્ડ્રોનિક્સ (જર્મની)સાથે MoUs કર્યા હતા. શિપિંગ માટે ગ્રીન ફ્યૂઅલની વિશાળ સંભાવનાને ઓળખીને શક્તિ ગ્રૂપે ગુજરાતમાં ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે રૂ. 1,000 કરોડના રોકાણ માટે MoUs કર્યા છે. આ ઉપરાંત ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઈથેનોલની ખરીદી માટે ડેનિશ મેરિટાઈમ કંપનીઓએ પણ રસ દાખવ્યો છે.

  1. Global Wind Day 2023: શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ પવન દિવસ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
  2. Solar and Wind Energy : દેશમાં ગુજરાતનો ડંકો, સૌર અને પવન ઊર્જાની ક્ષમતામાં બીજા સ્થાને

ABOUT THE AUTHOR

...view details