ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા દેશભક્તિના રંગે રંગાયેલા છે. જ્યારે પણ સમગ્ર દેશને લગતા પ્રશ્નો આવે ત્યારે હીરાબા પણ તેમાં જોડાઈ જાય છે. આજે પણ પોતાના સુપુત્ર નરેન્દ્ર મોદી જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરી રહ્યા હતા. ત્યારે પણ તેઓ ટીવી જોવા બેસી ગયા હતા. જ્યારે રાત્રે ઘીના દીવા કરવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે હીરાબા દીવાની આગળ બેસીને રામ ભક્તિમાં લીન થતાં જોવા મળ્યા હતા.
વડાપ્રધાનના માતા હીરાબાએ દીવડા પ્રગટાવ્યા, પંચદેવ મંદિરે રામ લખેલી રંગોળી બનાવી
અયોધ્યામાં બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર રામ મંદિર અયોધ્યામાં ભૂમિપૂજન કર્યું હતું. સમગ્ર દેશમાં આજે હિન્દુઓ દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો હતો. ત્યારે રાત્રે મંદિરના શિલાન્યાસની ખુશીમાં ઘીના દીવાનું કરવાનું આહવાન કરાયું હતુ. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાએ પણ પોતાના રાયસન નિવાસ્થાને દીવડા પ્રગટાવ્યા હતા. જ્યારે ગાંધીનગર પંચદેવ મંદિર ખાતે જયશ્રીરામ લખેલી રંગોળી બનાવી હતી.
વડાપ્રધાનના માતા હીરાબાએ દીવડા પ્રગટાવ્યા, પંચદેવ મંદિરે રામ લખેલી રંગોળી બનાવી
બીજી તરફ ગાંધીનગર શહેરમાં આવેલા પંચદેવ મંદિર ખાતે જયશ્રીરામ લખેલી ઘીના દીવાથી રંગોળી બનાવવામાં આવી હતી. શહેરમાં અનેક યુવાનો દ્વારા મોડી રાત્રે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જ્યારે નગરવાસીઓ દ્વારા પોતાના ઘર આગળ પણ દીવા પ્રગટાવીને અયોધ્યામાં આકાર પામનારા ભગવાન રામના મંદિરને વધાવતા હોય તેવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.