જૂની પેન્શન યોજના શરૂ કરવાની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂની પેન્શન યોજના સરકારે વર્ષ 2004થી બંધ કરી છે. ત્યારે પેન્શન યોજના, છઠ્ઠા પગાર પંચની વિસંગતતા - ગ્રેડ પે સહિતના મુદ્દાનો ઉકેલ લાવવા માગ, વિવિધ પ્રશ્નો અંગે શિક્ષક સંઘ મેદાને આવ્યું હતું.
સરકારની લોલીપોપથી કંટાળી પ્રાથમિક શિક્ષક સંઘ હવે દિલ્હીમાં અવાજ બુલંદ કરશે પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પડતર માંગણીઓ હજુ સુધી સરકાર દ્વારા પુરી ના કરી હોવાથી શિક્ષકો દ્વારા સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
જેમાં રાજ્ય સરકાર પડતર માંગણીનો સ્વીકાર કરે અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે. શિક્ષકોના બાબતે પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંય સમયથી રાજ્ય સરકાર દ્વારા પડતર માંગણીઓનો સ્વીકાર થતો ન હતો. જેને લઈને અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધમાં બેઠા છીએ.
અમારી મુખ્યત્વે પાંચ માંગણી છે. જેમાં પ્રથમ માંગણી જૂની પેન્શન સ્કીમ શરૂ કરવી. છઠ્ઠા પગાર પંચે વિસંગતતાઓ છે, તે દૂર કરવી અને સાતમા પગારપંચ 1 જાન્યુઆરી 2016થી તેનો લાભ આપો. નવી શિક્ષણ નીતિમાં જે શિક્ષકો અને ગેરલાભ થતા જે નીતિઓ અને કાયદાઓ છે. તે દૂર કરવા અને સમાન કામ સમાન વેતનની જોગવાઈ કરીને સહાયક શિક્ષકને સમાન પગાર આપવાની માંગ કરવામાં આવી છે.