ગુજરાત

gujarat

તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યમાં 20 મે સુધી રહેશે રાત્રિ કરફ્યૂ, મુખ્યપ્રધાન રૂપાણીએ કરી જાહેરાત

By

Published : May 17, 2021, 10:57 PM IST

રાજ્યમાં તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે સમગ્ર પ્રશાસન ઝિરો કેજયુલ્ટીના મંત્ર સાથે કાર્યરત છે, ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ અને દિવસે આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું.

મુખ્યપ્રધાન રૂપાણી
મુખ્યપ્રધાન રૂપાણી

  • રાજયમાં 3 દિવસ રાત્રિ કરફ્યૂ વધારવામાં આવ્યું
  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત
  • તૌકતે વાવઝોડાને પગલે રાજ્ય સરકારનો નિર્ણય

ગાંધીનગર : રાજ્યમાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે સમગ્ર પ્રશાસન ઝિરો કેજયુલ્ટીના મંત્ર સાથે કાર્યરત છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ અને દિવસે આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું, ત્યારે 18 મેના રોજ આંશિક લોકડાઉનની અવધિ પૂર્ણ થાય છે. રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ સોમવારના રોજ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડાના પગલે હવે ત્રણ દિવસ આંશિક લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.

તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યમાં 20 મે સુધી રહેશે રાત્રિ કરફ્યૂ

આ પણ વાંચો -ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને તેની ભયાનક અસરો

18 મે થી 20 મે સુધી રાત્રિ કરફ્યૂ અને તમામ નોટિફિકેશન અમલી

મુખ્યપ્રધાન રૂપાણી સ્પષ્ટ જણાવ્યું છે કે, 18 મેના રોજ પૂર્ણ થતા નોટિફિકેશનને 3 દિવસ સુધી લંબાવવામાં આવશે અને જેથી હવે 20 મે સુધી રાત્રિ કરફ્યૂ અને શહેરોમાં આંશિક લોકડાઉન અમલી રહેશે. જેમાં ફક્ત મેડિકલ અનાજ અને કરિયાણાની દુકાનો શાકભાજી ફળફળાદી, મિલ્ક પાર્લર બેકરી ખાદ્ય પદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનનો જ ચાલુ રહેશે. આ ઉપરાંત 36 શહેરોમાં તમામ ઉદ્યોગો ઉત્પાદન એકમો કારખાના અને બાંધકામ પ્રવૃત્તિઓ પણ યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચો -સતર્ક બનો: તૌકતે વાવાઝોડા પહેલા અને પછી રાખો આ તકેદારી

કઈ પ્રવૃતિઓ ચાલુ રહેશે

રાજ્ય સરકારના નોટિફિકેશન પ્રમાણે મેડિકલ અને પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ ઓક્સિજનનું ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થાઓ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇમર્જન્સીને લગતી અને મીડિયાને લગતી કામકાજ પ્રવૃતિઓ પણ ચાલુ રહેશે. આ સાથે જ બેન્ક સાથે જોડાયેલા તમામ કાર્યો ઉપરાંત શહેરમાં ઇન્ટરનેટ ટેલિફોન મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર, ITI સંબંધિત સેવાઓ, પેટ્રોલ પંપો પણ ચાલુ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશનમાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -રાજ્યમાં બે દિવસ વેક્સિનેશન સ્થગિત, મુખ્યપ્રધાન રૂપાણીએ લોકોને ઘરમાં જ રહેવા કરી અપીલ

ખાનગી અને સરકારી ઓફિસમાં 50 ટકા સ્ટાફ

રાજ્ય સરકારે નોટિફિકેશન પ્રમાણે સરકારી તમામ ઓફિસ અને ખાનગી ઓફિસમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે, જ્યારે આ બાબતે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા પણ તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે.

આ પણ વાંચો -તૌકતે વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થવા દઈએ, 1.5 લાખ લોકોને દરિયા કિનારેથી ખસેડાશે: મુખ્યપ્રધાન વિજય રૂપાણી

કોવિડના કેસમાં સતત ઘટાડો

કોરોના કેસની જો વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. હોસ્પિટલમાં બેડની જગ્યા પણ દર્દીઓને મળતી ન હતી, જ્યારે ઇન્જેક્શન અને ઓક્સિજનની પણ અછત બાબતે સ્પષ્ટપણે મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતુ કે, પરંતુ મે મહિનાની વાત કરવામાં આવે તો સતત કેસમાં ઘટાડો નોંધાયો છે. 14,500થી લઈને સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં કુલ 7,135 જેટલા કેસ નોંધાયા છે. જેથી 50 ટકા જેટલો ઘટાડો થયો છે. આમ અત્યારે કોરોના સંક્રમણ અને વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વધુ ત્રણ દિવસની રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details