ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન મુદ્દે PM મોદી સાથે વીડિઓ કોન્ફરન્સ શરૂ, ગુજરાતમાં લોકડાઉન લંબાશે ? - ગુજરાતમાં લોકડાઉન

સમગ્ર દેશમાં અને તમામ રાજ્યમમાં કોરોનાની કેવી પરિસ્થિતી છે તે બાબતે આજે 4 કલાકે તમામ રાજ્યના મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ યોજીને લોકડાઉન પર ચર્ચા કરી હતી.

cm rupani
cm rupani

By

Published : May 11, 2020, 6:13 PM IST

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના વાઇરસથી બચવા માટે ત્રીજી વખત લોકડાઉનની જાહેરાત કરી હતી. જે 17 મે ત્રીજો લોકડાઉનનો સમયગાળો પુર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં અને તમામ રાજ્યમમાં કોરોનાની કેવી પરિસ્થિતી છે તે બાબતે આજે સોમવારે 4 કલાકે તમામ રાજ્યના મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ યોજીને લોકડાઉન પર ચર્ચા કરી હતી.

ગુજરાત બાબતની પરિસ્થિતી બાબતે સીએમ વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતુ કે આજે 4 કલાકે વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ શરૂ થઇ હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યની પરિસ્થિતિનો ચિતાર રજુ કરાયો હતો.

ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન લેવામાં આવેલા તમામ પગલા વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે, તે પણ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. આ બાબતે પણ પીએમ મોદી સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે.

અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યુ હતુ કે આજે સોમવારે વડાપ્રધાન મોદી સાથેની વીડિયો કોન્ફરન્સમાં તમામ રાજ્યના સીએમ હાજર રહ્યા હતા. જ્યારે વિજય રૂપાણી પણ ગુજરાતની પ્રવર્તમાન પરિસ્થિતીનો તાગ વડાપ્રધાન મોદીને આપ્યો હતો. આ સાથે જ જો 17મે પછી લોકડાઉનમાં વધારો થાય તો તે બાબતે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

આ સાથે જ કોરોના સામે લડતા ગુજરાતની 17 મે પછીની ભવિષ્યની રણનિતી કેવી હોવી જોઇએ, વેપારીક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને જનજીવનને પહેલા જેવુ કરી શકાય તેવી બાબતે પોતાનો વિચાર રજુ કરવામાં આવ્યો હતો. જ્યારે સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યા છે, ત્યારે ગુજરાતના મહત્વના શહેરો જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડા જેવા શહેરોમાં લોકડાઉન ખોલવામાં નહી આવે આ સાથે જે આંશિક રાહતો છે તે પણ ઘણુ વિર્ચાયા બાદ જ અમલવાીરી કરવામાં આવશે. જેથી ગુજરાતમાં હજુ 31 મે સુધી લોકડાઉન લંબાય તેવી પણ શક્યતાઓ દર્શાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details