ગાંધીનગર : રાજ્યમાં કોરોના મહામારીની પરિસ્થિતિને કારણે અનેક સરકારી કામો અટવાઈ ગયા છે. ગત ઘણાં સમયથી ગૃહ વિભાગ દ્વારા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના એંધાણ હતા, પરંતુ લોકડાઉનને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી.
રાજ્યના ગૃહ વિભાગે અનલોક-1 દરમિયાન સોમવારે 57 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની એકસાથે બદલીના હુકમ કર્યા છે. જેમાં અમદાવાદ ACBના એક સાથે 9 જેટલા PIની બદલી કરવામાં આી છે. જેથી પોલીસ બેડામાં ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.