ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં લોકડાઉન દરમિયાન સસ્તા અનાજની દુકાને ભ્રષ્ટાચાર થતાં સરકારે 60 લાયસન્સ રદ કર્યા

લોકડાઉન દરમિયાન સરાકર દ્વારા ગરીબો માટે મફત અનાજની સુવિધા કરાઈ હતી. પરંતુ તે સમયે પોતાના ખિસ્સા ભરતાં લાંચિયા કર્મીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે સમગ્ર લોકડાઉન દરમિયાન પુરવઠા વિભાગ પણ કડક કાર્યવાહી કરીને ભ્રષ્ટાચાર આચરતા સસ્તા અનાજની દુકાનમાં રેડ અને તપાસ કરતા ભ્રષ્ટાચારીઓ માલિકોના સસ્તા અનાજની દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.

By

Published : Jul 29, 2020, 6:59 PM IST

ગાંધીનગર
ગાંધીનગર

ગાંધીનગર : કોરોના વાઈરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તે દરમિયાન દેશનો કોઈ પણ નાગરિક ભૂખે ન સુવે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન મફતમાં અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં પણ સસ્તા અનાજના દુકાનદારો ભ્રષ્ટાચાર કરતા હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી.

આ ઉપરાંત સ્ટોક હોવા છતાં પણ સ્ટોક નથી હોવાની વાત પણ રાજ્ય સરકારને સામે આવી હતી, ત્યારે સમગ્ર લોકડાઉન દરમિયાન પુરવઠા વિભાગ પણ કડક કાર્યવાહી કરીને ભ્રષ્ટાચાર આચરતા સસ્તા અનાજની દુકાનમાં રેડ અને તપાસ કરતા ભ્રષ્ટાચારીઓ માલિકોના સસ્તા અનાજની દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં લોકડાઉન દરમિયાન સસ્તા અનાજની દુકાને ભ્રષ્ટાચાર થતાં સરકારે 60 લાયસન્સ રદ કર્યા
લોકડાઉન દરમિયાન સસ્તા અનાજની દુકાન ઉપરની કાર્યવાહી બાબતે પુરવઠા વિભાગના એમ.ડી સંજય મોદીએ જણાવ્યું હતું કે, "લોકડાઉનમાં પુરવઠા વિભાગની 100 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. જે સમગ્ર ગુજરાતમાં તમામ સસ્તા અનાજની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતી હતી. લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી તે ફરિયાદોને આધારે અનેક દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 70 જેટલી દુકાનોમાં માલસામાનની ઘટક સામે આવી હતી. જ્યારે 60 જેટલી દુકાનોમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી તેમનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક પોલીસ કેસ પણ કરવામાં આવ્યા છે.મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ભ્રષ્ટાચાર કરતાં લોકોની સામે PBM કરવામાં આવ્યું છે. જેમાં 20 થી વધુ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને 6 મહિનાની સજાની જોગવાઈ છે. લોકડાઉન દરમિયાન ગુજરાત રાજકોટ બરોડા જેવા શહેરોમાં વધુ ભ્રષ્ટ આચારોની ફરિયાદો સામે આવી હતી. જ્યારે સૌથી વધુ ગુજરાતના નોર્થ ગુજરાત જીવનમાં ભ્રષ્ટાચારના કેસો સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details