ગાંધીનગર: રાજ્યના અધિક ગૃહ સચિવ સંગીતાએ ઓર્ડર કરતા કમલ દયાની, મનોજકુમાર દાસ, મનોજ અગ્રવાલ, સી.વી સોમ, અરુણ કુમાર સોલંકીને બળતીના આદેશ આપવામાં આવ્યા છે.
સરકારે 5 સિનિયર IAS અધિકારીની બઢતી કરી - IAS અધિકારી
રાજ્ય સરકારે સોમવારના મોડી સાંજે રાજ્યના કુલ પાંચ જેટલા IAS અધિકારીઓની બઢતીના હુકમ કર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી બઢતીની રાહ જોતા અધિકારીઓને મંગળવારના રોજ રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરીને પાંચ જેટલા સિનિયર IAS અધિકારીની બઢતીના આદેશ આપ્યા હતા.
રાજ્યના વહીવટી વિભાગમાં કાર્યરત કમલ દયાનીને પ્રિન્સિપલ સેક્રેટરી ઈ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેની નિમણૂક કરવામાં આવી છે. આમ તમામ જે અધિકારીઓની મંગળવારના રોજ બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. તે તમામ અધિકારીને એડિશનલ ચીફ સેક્રેટરીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકારમાં બઢતી માટે માટેની ફાઈલો પડી રહી છે. ત્યારે અમુક દિવસો પહેલાં પણ ચાર જેટલા અધિકારીઓની ભરતીના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે મંગળવારના રોજ ફરીથી બીજા પાંચ અધિકારીઓને બઢતીના આદેશ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવ્યા છે.