ગુજરાત

gujarat

ETV Bharat / state

ખનીજ માફિયાઓ બેફામ બન્યા : ભૂસ્તર વિભાગે રેડ પાડી તો ચાલુ ટ્રેક્ટર મૂકી દોડ્યા - geological department raided

સાબરમતી નદીમાં રેતીનું ખનન થતું હોવાની માહિતી મળતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન માફિયાઓ ચાલું ટ્રેક્ટર મૂકીને ભાગી છૂટતા અકસ્માત થતાં અટક્યો હતો.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Jul 14, 2020, 5:15 PM IST

ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદીને ખનીજ માફિયાઓ કાગડાની જેમ ચાંચ મારી રહ્યા છે. જેને લઇને ગાંધીનગર ભૂસ્તર વિભાગ દ્વારા સતત રેડ કરવામાં આવી રહી છે. આજે શાહપુર બ્રિજ પાસે ભૂસ્તર વિભાગના અધિકારીઓએ રેડ પાડી હતી,ત્યારે માફિયાઓ ચાલુ ટ્રેક્ટર મૂકીને ભાગી ગયા હતા. આ બનાવ પગલે ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી ગઇ હતી.

ખનીજ માફિયાઓ બેફામ બન્યા : ભૂસ્તર વિભાગે રેડ પાડી તો ચાલુ ટ્રેક્ટર મૂકી દોડ્યા
ખનીજ માફિયાઓ ગાંધીનગર શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં વહેલી સવારે રેતીનું ખનન કરે છે, ત્યારે જિલ્લા કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા આજરોજ વહેલી સવારે સાબરમતી નદીપટ્ટના શાહપુર-ઈન્દ્રોડા બ્રીજ પાસે આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતુ. તે દરમિયાન પાસ, પરમીટ વિના બિન-અધિકૃત રીતે સાદીરેતી ખનિજનું ખનન અને વહન કરતા 2 ટ્રેકટર સીઝ કરી દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ લેકટ્રેપ ખનિજનુ રોયલ્ટી કરતા વધુ વહન કરતી એક ટ્રક પકડી સીઝ કરવામાં આવી હતી. તો બીજી તરફ, રેતી ચોરો દ્વારા તપાસ ટીમની 24 કલાક રેકી કરવા છતાં ચકમો આપી સ્વયંના રિસ્ક પર ચેકિંગ કરી વાહનો પકડ્યા હતાં. વાહનો સીઝ કરી કલેક્ટર કચેરીએ પહોચાડતા હતા, ત્યારે એક ટ્રેકટર ચાલક દ્વારા ભાગી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામા આવ્યો હતો. જેમાં ટ્રેકટરની ટોલી ઊંધી પડી ગઇ હતી. જ્યારે ટ્રેક્ટરનો ડ્રાઇવર ચાલુ ટ્રેક્ટરે ઉતરી ગયો હતો તે દરમિયાન ભૂસ્તર વિભાગને સિક્યુરિટી ગાર્ડ પણ તેમાં બેઠેલો હતો. સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી.

ABOUT THE AUTHOR

...view details