ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક યોજાઇ - Mayer Hitesh Makwana

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Gandhinagar Municipal Corporation) ભાજપના સત્તા પર આવ્યા બાદ આજે બીજી ડિસેમ્બરના રોજ પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની ગોઠવણી કરવામાં આવી હતી. આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે કરવામાં આવ્યા છે. આ બાબતે કમિટીમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ ટોલ ફ્રી નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી કોઈ પણ વ્યક્તિ કોર્પોરેશનને લગતી ફરિયાદ સીધા નંબર પર કરી શકશે અને ગણતરીના કલાકોમાં જ અને તાત્કાલિક ધોરણે કરાયેલ ફરિયાદનું નિવારણ લાવી શકાય.

Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક યોજાઇ
Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક યોજાઇ

By

Published : Dec 2, 2021, 7:51 PM IST

  • ગાંધીનગર કોર્પોરેશનની પ્રથમ બેઠક યોજાઇ
  • પ્રથમ સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં લોવાયા મહત્વના નિર્ણય
  • પ્રથમ બેઠકમાં લોકો માટે લેવાયો નિર્ણય

ગાંધીનગર:મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Gandhinagar Municipal Corporation) મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં માલ-મિલકતનો ટેક્સ ભર્યો હોય મકાનમાલિકે અથવા તો દુકાનદાર એડવાન્સમાં ૧૦ ટકાની રાહત પણ આપવાનો નિર્ણય કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવયો છે. આ ઉપરાંત એડવાન્સ ટેક્સ ભરવાની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે, આ સાથે કોઈના કારણે સિનેમા મલ્ટીપ્લેક્ષ જિમ્નેશિયમને પ્રોપર્ટી ટેક્સમાં (Cinema Multiplex Jimneshiyam Property tax) રાહત આપવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક યોજાઇ

આ પણ વાંચો:GMC પરિણામ : વોર્ડ 6માં આપની એન્ટ્રી, વિજેતા તુષાર પરીખ સાથે ETV Bharatની ખાસ વાતચીત

મનપાએ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબરની જાહેરાત કરી

મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અનેક લોકોને રોડ રસ્તા, લાઈટ પાણી અને ગટર બાબતે અનેક ફરિયાદો હોય છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ધક્કા ખાવાનો વારો આવે છે, પરંતુ હવે ગાંધીનગરકોર્પોરેશન વિસ્તારમાં કોઈપણને ધક્કા ખાવા ન પડે તે માટે મહાનગરપાલિકાને લગતી ફરિયાદ નોંધવા અને સૂચન આપવા માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ ટોલ ફ્રી નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે. જેથી જો કોઈ પણ વ્યક્તિ આ નંબર ઉપર ફરિયાદ કરે તો ગણતરીના જ કલાકોમાં જ નોંધાયેલ ફરિયાદની તપાસ જે-તે અધિકારીને આગળ પાછળ કરવામાં આવશે. અને ગણતરીના દિવસોમાં જે તે ફરિયાદનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યારે ફરિયાદ થઇ જશે ત્યારે ફરિયાદીને પણ તે બાબતની જાણકારી આપવામાં આવશે. આ બાબતે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ મકવાણાએ (Mayer Hitesh Makwana) ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો:હિતેશ મકવાણા બનશે ગાંધીનગર મેયર ?, કહ્યું - " હું ભાજપનો સામાન્ય કાર્યકર્તા છું"

મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશન દ્વારા ફર્નિચરનું બજેટ પણ મંજૂર

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશન દ્વારા ફર્નિચરનું બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીમાં 65 લાખ 16,000ની 4 નવી ઈનોવા કાર ખરીદવાની પણ જોગવાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત 6.92 લાખ કિંમતની મહિન્દ્રા બોલેરો કાર ખરીદવાની પણ જોગવાઇ કરવામાં આવી હતી, આ તમામ જોગવાઈને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details