ઓટોમેટીક એર પ્યુંરિફાઇન વ્હીકલ બનાવનાર વિદ્યાર્થી અવિનાશ ઓઝાએ કહ્યુ કે, હાલમાં પ્રદૂષણની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની રહી છે. ત્યારે અમારા દ્વારા ઓટોમેટીક એર પ્યુરીફાયર બનાવવામાં આવ્યુ છે. જે સેન્સર આધારિત કામ કરશે. વધુ માણસો નીકળશે તો સાઇલેન્સર પાસે ફિલ્ટર લગાવવામાં આવશે. જે કાર્બન ડાયોક્સાઈડને બહાર નીકળવા નહીં દે. સેન્સર કલર આધારિત પણ કામગીરી કરશે, બ્લેક રોડ ઉપર સફેદ પટ્ટો મારવામાં આવ્યો હશે. તેને કલર કોમ્બિનેશન કરવામાં આવ્યું હશે. તો સફેદ પટ્ટાની બહાર વાહન જશે તો ઓટોમેટીક વાહન સ્ટોપ થઇ જશે. પરિણામે અકસ્માત થવાની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થઈ શકે છે.
જો આ ડીવાઈસનો અમલ શરૂ થાય તો, વાહનો દ્રારા ફેલાતા પ્રદૂષણથી કાયમી મળશે મુક્તિ - Air Purifine Vehicle
ગાંધીનગરઃ રાજ્યમાં મહાનગરોમાં પ્રદૂષણની સમસ્યા વિકટ બની રહી છે. દિલ્હી જેવા શહેરોમાં તો શ્વાસ લેવો પણ જોખમકારક સાબિત થઇ રહ્યો છે. તેવા સમયે રાજ્યોની સરકાર પ્રદૂષણને નાથવા માટે યોગ્ય પગલા લઈ રહી છે પરંતુ કાયમી ઉકેલ મળતો નથી. દિવસે-દિવસે શહેરમાં વાહનોની સંખ્યા વધતી જાય છે. ત્યારે તેમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ માનવજાત માટે મોત સમાન બની શકે છે. ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલી કડી સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા એક ડિવાઇસ બનાવવામાં આવ્યું છે. જેનો અમલ શરૂ થઈ જાય તો વાહનોમાંથી નીકળતા પ્રદૂષણથી કાયમી છુટકારો મળી શકે છે.
આઈટી ફેરમા વિદ્યાર્થીઓ દ્વારા એપ્લિકેશન આધારિત ઓટોમેટીક જેક બનાવવામાં આવ્યો છે. જે મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી તને અપડાઉન કરી શકાશે. આના કારણે વાહનચાલક રસ્તામાં પોતાના વાહનનું પંચર પડ્યું હશે તો, ઝડપથી બદલી શકશે.
મુશ્કેલીભરી જગ્યામાં તસવીરો ખેંચવા માટે બનાવાયેલ આ ડિવાઇસને લઈને સાગર ભાટિયાએ કહ્યું કે, ક્યારેક એવા સંજોગો ઊભા થતા હોય છે. જ્યાં માનવી તસવીરો ખેંચવા જઈ શકતો નથી. ત્યારે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં નીચામાં નીચી જગ્યા અને ઊંચામાં ઊંચી જગ્યાએથી તસવીર ખેંચી હોય તો ડિવાઇસ કામ કરશે.