ગુજરાતમાં યોજાશે દેશનું સૌથી મોટું ફાર્મા એક્ઝિબીશન, 700 થી વધુ ફાર્મા બાયર્સ રહેશે હાજર
ગાંધીનગરઃ દેશનું ફાર્મા ક્ષેત્ર એક્સપોર્ટ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદ ખાતે ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન ઓફ ઇન્ડિયાની એક બેઠક મળી હતી. જેમાં 10 જૂન થી 12 જૂન દરમિયાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે દેશનું સૌથી મોટું પ્રદર્શન યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં 1000થી વધુ સ્ટોલ્સ સાથે 700 જેટલા વિદેશી ખરીદદારો હાજર રહેશે.
ગુજરાતમાં યોજાશે દેશનું સૌથી મોટું ફાર્મા એક્ઝિબીશન, 700 થી વધુ ફાર્મા બાયર્સ રહેશે હાજર..
દેશના સૌથી મોટા ફાર્મા એક્સપોર્ટ પ્રદર્શન બાબતે આઇફેક્સના ચેરમેન વિજય શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આ પ્રદર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 700થી વધુ વિદેશીઓ ગુજરાતના મહેમાન બનશે.આ એક ખાસ પ્રકારની બાયર સેલર મીટ છે. જ્યારે શરુઆતના સમયમાં અમે ફક્ત 800 જેટલા જ સ્ટોલ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ માંગ વધતાની સાથે 200 જેટલા વધુ સ્ટોલ્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.