ચીનમાં 93 જેટલા વિધાર્થીઓ ફસાયા, ગુજરાત સરકારને એક દિવસમાં 125 ફોન આવ્યાં
કોરોના વાઇરસને લઈને ચીન સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે ગુજરાતના સૌથી વધુ વિદ્યાર્થીઓ ચાઇનામાં હોવાનું પણ રાજ્ય સરકારના ધ્યાને આવ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ વિદ્યાર્થીઓની માહિતી કયા વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ છે તે માહિતી એકત્ર કરીને કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે.
ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસને લઈને અત્યારે હાહાકાર મચી ગયો છે, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ અને અમુક પોતાના કામથી ચાઇના ગયેલા હોય તેવા લોકો ચાઇનામાં ફસાયા છે, ત્યારે તેઓને પરત લાવવા માટે ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી કોલ સેવા શરૂ કરી છે. જેમાં રાજ્યના વિધાર્થીઓને પરત લાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કેન્દ્ર સરકારમાં વાતચીત શરૂ કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 125 જેટલા ફોન આવી ગયા છે જ્યારે રાજ્ય સરકાર તમામ વિધાર્થીઓ ગુજરાત પરત ફરે તે રીતે વ્યસ્થાઓ ગોઠવી છે.