આ સુધારા બિલ અંતર્ગત બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ હેતુ હેઠળ રાજ્યમાં ખેતીની જમીન ખરીદવામાં આવી છે. ત્યારે આ જમીન પર 7 વર્ષ સુધીમાં એકમો શરૂ ન થયા હોય તો વધુ બીજા ત્રણ વર્ષ સુધી જંત્રીના 20 % પ્રીમિયમ વર્ષ સુધી તેમજ 10 વર્ષ બાદ પણ તે મુજબ પ્રવર્તમાન જંત્રીના 20 % પ્રીમિયમ વસૂલ કરવાનો સુધારો વિધાનસભામાં પસાર કરાયો હતો.
ગણોતધારાની જોગવાઈનું સુધારા બિલ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર
ગાંધીનગર: વિધાનસભાગૃહમાં રાજ્ય સરકારે રાજ્યમાં ગણોતધારા રોકાણને આકર્ષવા ગણોતધારામાં સુધારો કરીને અનેક મહત્વના ફેરફારો કર્યા હતા. મહેસુલી સુધારા અંતર્ગત હાલમાં મહેસુલ વિભાગનો હવાલો સંભાળતા કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભાગૃહમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા અંગેનું બિલ રજૂ કર્યું હતું.
રાજ્યમાં બોનાફાઈડ ઇન્ડસ્ટ્રીયલ વચ્ચે માલિક જો જમીન વેચવા માગે તો વેચાણના કિસ્સામાં ત્રણ વર્ષ સુધી વેચાણ કરી શકશે નહીં. ત્યારબાદ સમયના જુદા-જુદા પ્રવર્તમાન જંત્રીની નક્કી કરેલી રકમ લઈને ઉદ્યોગિક હેતુસર જ વેચાણ હેતુસર જ વેચાણ થઈ શકશે. જ્યારે ચેરિટીના હેતુ માટે સ્થપાયેલી ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે સ્થપાયેલી ધાર્મિક, શૈક્ષણિક, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે સ્થપાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓને એન.એ.ની અરજી કરવા અગાઉ છ માસની મુદ્દત આપી હતી. જેમાં વધુ 12 માસની મુદ્દત રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં બિલ પસાર કરતા સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે.
આમ, આ બિલ લઇ આવવાથી ઔદ્યોગિક, સાહસિક અને મહેસુલી પ્રશ્નમાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે. તેમ જ ઔદ્યોગિક તેમજ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિરાકરણ થવાથી અત્યાર સુધી પડી રહેલી પડતર જમીનનો સક્ષમ ઉપયોગ શક્ય બનશે, સાથે જ વિકાસની પ્રક્રિયા પણ તેજ બનશે.