ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય શિક્ષક સંઘનુ એલાન,એક પણ શિક્ષક કાયઝાલા એપ, BLOની કામગીરી નહીં કરે - teacher

ગાંધીનગર :રાજ્યમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોની હાજરી માટે કાયઝાલા એપ ડાઉનલોડ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. પરંતુ શિક્ષકો દ્વારા એપનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર અને શિક્ષક સંઘ દ્વારા વાટાઘાટો કરવામાં આવી છે. નિરાકરણ ન આવતા ગાંધીનગર ખાતે આવેલા શિક્ષક સંઘની કચેરીમાં રાજ્યના તમામ જિલ્લાના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જેમાં સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા જણાવ્યું હતું કે, 33 જિલ્લાના એક પણ શિક્ષક કાયઝાલા એપનો ઉપયોગ નહીં કરે. જ્યારે BLOની કામગીરીથી પણ અળગા રહેશે.

etv bharat gandhinagar

By

Published : Sep 1, 2019, 8:37 PM IST

Updated : Sep 1, 2019, 10:08 PM IST

ગાંધીનગર શહેરના સેક્ટર 13માં આવેલા ચાણક્ય ભવન ખાતે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારોની એક મેરેથોન બેઠક યોજવામાં આવી હતી. જેમાં અલગ-અલગ જીલ્લાના હોદ્દેદારો સાથે કાયઝાલા એપ અને BLOની કામગીરી સહિત અન્ય પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે માઈક્રોસોફ્ટ દ્વારા કાયઝાલા એપ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે માઈક્રોસોફ્ટના અધિકારીઓ સર્વ શિક્ષા અભિયાન અધિકારીઓ અને ફેસબુકના અધિકારીઓ દ્વારા બેઠકમાં હાજર રહેલા હોદ્દેદારોને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી પુરી પાડવામાં આવી હતી.

રાજ્ય શિક્ષક સંઘનુ એલાન

જેમાં દિવસના અંતે તમામ હોદ્દેદારો દ્વારા કાયદા અને BLOની કામગીરીના બહિષ્કાર બાબતે એક સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેટલાક જીલ્લાના હોદ્દેદારોએ કહ્યું કે, કાયઝાલા એપ શિક્ષકોની પ્રમાણિકતા ઉપર શંકા કરવા બાબતનો પ્રશ્ન છે. સરકાર દ્વારા બાયોમેટ્રિક સિસ્ટમ લાવવામાં આવ્યું હોવા છતાં શિક્ષકોની પ્રામાણિકતા ઉપર વારંવાર સવાલો ઉભા કરી રહી છે. ત્યારે આ એપનો ઉપયોગ કોઈપણ ભોગે કરવામાં નહિ આવે. આ બાબતે રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, આજે અલગ-અલગ જિલ્લાના હોદ્દેદારોને બોલાવેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, કાયઝાલા અને BLOની કામગીરી આ સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે. જ્યારે અન્ય મુદ્દા ઉપર અમારી ચર્ચા હજુ પણ ચાલી રહી છે.

Last Updated : Sep 1, 2019, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details