ગુજરાત

gujarat

ETV Bharat / state

શિક્ષકોની ઘટ સામે ભરતી ન થતાં TAT ઉમેદવારોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી - state goverment

ગાંધીનગરઃ રાજ્યમાં હાલ TATના ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની જરૂર હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. જેના કારણે ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે તંત્રમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા ન હોવાથી ઉમેદવારોએ જૂની સચિવાલય અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે હડતાલ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

શિક્ષકોની ઘટ સામે ભરતી ન થતાં TATના ઉમેદવારોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી

By

Published : Jul 30, 2019, 6:12 PM IST

છેલ્લાં કેટલાય સમયથી TATના ઉમેદવારો રાજ્ય સરકારમાં દ્વારા ભરતી થાય એની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે શિક્ષકોની ઘટ હોવા છતાં તંત્ર ભરતી કરવાનું નામ લઇ રહ્યું નથી. જેના કારણે ઉમેદાવારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમમાં મૂકાયું છે. શાળાઓમાં શિક્ષકોની પૂરતી મહેકમ ન હોવાથી શાળાને તાળાં વાગી રહ્યાં છે. ત્યારે TATના ઉમેદવારો નોકરી માટે ફાંફાં મારી રહ્યાં છે. આ પરિસ્થિતિ ઘણા સમયથી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઇ પગલાં લેવાયાં નથી.

શિક્ષકોની ઘટ સામે ભરતી ન થતાં TATના ઉમેદવારોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી

સરકારી શાળાઓમાં કૉમ્પ્યુટર સહિતના અનેક વિષયોના શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ અપાતું નથી. કારણ કે, હાલ સરકારી શાળાઓમાં પ્રોજક્ટરથી ભણાવવાની સુવિઘા અપાઈ છે. પણ શાળાઓમાં કૉમ્પ્યુટર શિક્ષકની ભરતી કરાઈ નથી. જેથી આ સાધનો શાળાઓમાં કાટ ખાઈ રહ્યાં છે.

આમ, ઉત્તમ શિક્ષણ વ્યવસ્થાને બડાઇઓ હાંકતી રાજ્યસરકારના બેજવાબદારી ભર્યા વલણથી શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે તંત્ર આ મુદ્દે મૌન સેવી રહ્યું છે. જેના કારણે TAT ઉમેદવારોએ ભરતીની માગ સાથે જૂની સચિવાલય અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે હડતાલની ચિમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details