ગુજરાત

gujarat

ETV Bharat / state

IAS Gaurav Dahiya: IAS ગૌરવ દહીંયાંનું પ્રેમ પ્રકરણમાં થયેલુ સસ્પેનશન પરત ખેંચાયું, રાજ્ય સરકારે નવી જવાબદારી સોંપી - Vijay Rupani was suspended government

સરકારી અધિકારીઓ જયારે કોઇ ભૂલ કરી બેસે છે ત્યારે તેમને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. કારણ કે લોકોમાં હરાટીના ઉપડે જેના કારણે આ નિર્ણય લો અને વાતાવરણને શાંત કરવાના પ્રયાસો ચાલતા હોય છે. હવે માહિતી મળી રહી છે કે, ગૌરવ દહિયાની ફરી સિસ્ટમમાં એન્ટ્રી કરવામાં આવી છે. તારીખ 22 ઓક્ટોબર 2019ના રોજ તેઓને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ તેમનું સસ્પેન્શન પરત ખેંચાયું હતું.

IAS Gaurav Dahiya: રાજ્ય સરકારે IAS ગૌરવ દહિયાને એડિશનલ ડેવલોપમેન્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા
IAS Gaurav Dahiya: રાજ્ય સરકારે IAS ગૌરવ દહિયાને એડિશનલ ડેવલોપમેન્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા

By

Published : Jul 5, 2023, 9:13 AM IST

ગાંધીનગર:ગુજરાત સરકારમાં સચિવ તરીકેની ફરજ બજાવતા અધિકારી ગૌરવ દહિયાને પ્રેમ પ્રકરણ મામલે ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તારીખ 14 ઓગસ્ટ 2019ના રોજ સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ એક કમિટીની રચના પણ કરવામાં આવી હતી. સ્પેશિયલ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરીને વિજય રૂપાણીને સોપાયો હતો. ત્યારે તારીખ 22 ઓક્ટોબર 2019 ના રોજ તેઓને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ તેમનું સસ્પેન્શન ખેંચાતું જતું હતું ત્યારે હવે આજે ગૌરવ દરિયાને ફરજ પરત લેવામાં આવ્યા છે.

ફરજ પર પરત:એડિશનલ ડેવલોપમેન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરાયા રાજ્ય સરકારના જીએડી વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન પ્રમાણે ગુજરાતના બે વર્ષ 2010ના અધિકારી ગૌરવ દૈયાના સસ્પેન્શન પરત ખેંચવામાં આવે છે. તેઓને એડિશનલ ડેવલોપમેન્ટ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આમ ગૌરવ દહિયાને રાજ્ય સરકારે 47 મહિના બાદ ફરજ પર પરત કરવાનો નિર્ણય કર્યો છે.

કથિત મહિલા મામલો

દિલ્હીની યુવતીના આક્ષેપ: દિલ્હીની યુવતીએ આઇએસ અધિકારી ગૌરવ દયાપર આક્ષેપ લગાવ્યા હતા કે ગૌરવ દયાએ તેમની સાથે લગ્ન કર્યા છે. તેમને સંતાનમાં દીકરી પણ છે પરંતુ વર્ષ 2019 પહેલા તેઓએ બોલવાનું બંધ કર્યું હતું. દહીઆએ દિલ્હીમાં યુવતીને એક ફ્લેટ પણ ભેટમાં આપ્યો હોવાની વાત કરી હતી. જ્યારે આ અધિકારી વિરુદ્ધ દિલ્હીમાં પણ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી. સાથે જ ગુજરાત મહિલા આયોગ દ્વારા પણ આઈએસ ગૌરવ દહિયાનું નિવેદન લેવામાં આવ્યું હતું. જ્યારે કમિટીના રિપોર્ટ બાદ તપાસ કાર્યરત હતી તેથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તપાસ પૂર્ણ થતા અને તપાસમાં ગૌરવ દયા નિર્દોષ આવતા જ નિયમ પ્રમાણે તેઓને ફરીથી ફરજ પરત લેવામાં આવ્યા છે.

  1. Gujarat Cabinet meeting: આજની કેબીનેટ બેઠકમાં વાવઝોડાથી બાગાયતી પાકને નુકશાન સામે સહાય આપશે સરકાર?
  2. DERCના અધ્યક્ષ તરીકે જસ્ટિસ ઉમેશ કુમારનો શપથ ગ્રહણ મોકૂફ: સુપ્રીમ કોર્ટ

ABOUT THE AUTHOR

...view details