ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં અગ્નિકાંડ બાદ ગાંધીનગરનું સરકારી તંત્ર સફાળુ જાગ્યું, એક ખાનગી ક્લાસીસને સીલ કરાયું - yash upadhyay

ગાંધીનગરઃ સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં કાળજું કંપાવી નાખે તેવી ઘટના બની હતી અને તેમાં 20 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હતા. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર

By

Published : May 26, 2019, 1:37 PM IST

સુરતની ઘટનાને લઈને સરકારી તંત્રની પોલ ખુલી ગઈ છે, ત્યારે જેમ-તેમ સરકારી તંત્ર દ્વારા મંજૂરી આપી દેવાઈ છે તે પણ આ ઘટનાને લીધે સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતનું તંત્ર હરકતમાં આવ્યું છે અને દરેક જગ્યા ઉપર તંત્ર દ્વારા આવા ક્લાસીસો, સ્કૂલો અને હોસ્પિટલોમાં ફાયરની તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જેથી ગાંધીનગર ફાયર ટીમ દ્વારા સુચનો મુજબ તપાસ હાથ ધરતા આવા એક ક્લાસમાં ફાયરને લઈને કોઈ સામગ્રી ન મળતાં તેમજ જરૂર કરતા વધારે વાયરિંગ હોય તેવું પણ સામે આવ્યું હતું. જેને લઈને અત્યાર જ્યાં સુધી નવેસરથી તમામ પ્રકારની પરમિશન ન મળે અને તમામ સુવિધા કરવામાં ન આવે ત્યાં સુધી આ ક્લાસને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતની ઘટના બાદ ગાંધીનગર નું સરકારી તંત્ર સફાળુ જાગ્યું , એક ખાનગી ક્લાસીસ ને સીલ કરાયું

ABOUT THE AUTHOR

...view details