ગુજરાત

gujarat

પરીક્ષા રદ થતા ઉમેદવારોએ ગૌણ સેવા કચેરીએ હોબાળો કર્યો, સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય પસંદગી ગૌણ સેવા મંડળ દ્વારા 20 ઓક્ટોબરના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજવાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 દિવસ બાકી હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને પરીક્ષા રદ્દ થઇ હોવાની જાહેરાત કરી હતી જેને લઇને પરીક્ષા આપનાર ઉમેદવારો માં ભારે રોષ જોવા મળ્યો હતો જેને લઇને ઉમેદવારોએ કર્મયોગી ભવન ખાતે આવેલ ગુજરાત રાજ્ય ગૌણ સેવા આયોગ ની કચેરીએ હોબાળો કર્યો હતો.

By

Published : Oct 14, 2019, 5:28 PM IST

Published : Oct 14, 2019, 5:28 PM IST

Updated : Oct 14, 2019, 8:03 PM IST

પરીક્ષા રદ થતા ઉમેદવારોએ ગૌણ સેવા કચેરીએ હોબાળો કર્યો, સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

ઉમેદવારોએ વિરોધ કરતા સરકાર પર આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે જે ધોરણ 12 પાસ ના કાયદો રદબાતલ કરીને સ્નાતકનો કાયદો અમલમાં લાવવાની વાત કરી રહી છે તો ધારાસભ્ય ની નિમણૂક બાબતે શા માટે કોઇ કાયદો લાવવામાં આવતો નથી જ્યારે ધારાસભ્યો ભણેલા પણ નથી હોતા, ત્યારે સરકાર પરીક્ષા રદ કરવા નું સચોટ કારણ આપે અને જે પરીક્ષા રદ્દ થઇ છે તે પરીક્ષા રીતે ફરીથી લેવાય તે બાબતે પણ આવેદન પત્ર સાથે નિવેદન પણ આપ્યું હતું..જ્યારે ઉમેદવારોએ કર્મયોગી ભવનમાં હોબાળો પણ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ ને બોલાવવાની પણ ફરજ પડી હતી.

પરીક્ષા રદ થતા ઉમેદવારોએ ગૌણ સેવા કચેરીએ હોબાળો કર્યો, સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

આમ પરીક્ષા રદ થવાને કારણે ઉમેદવારોમાં રોષ ની લાગણી ભભૂકી ઉઠી હતી સાથે જ સરકાર નો પણ વિરોધ સાફ દેખાઈ રહ્યો હતો.

Last Updated : Oct 14, 2019, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details